ક્રાઇમ

5 કરોડ આપો નહીતર બાબા સિદ્દિકી જેવા હાલ થશે, હત્યા કેસના સાક્ષીને ધમકી

Published

on

બાબા સિદ્દીકીની હત્યાના પ્રત્યક્ષદર્શીને ધમકી મળી છે. આ મામલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યાના સાક્ષીને બોલાવ્યો હતો. તેણે ધમકી આપી હતી અને કહ્યું હતું કે કાં તો 5 કરોડ રૂપિયા આપો નહીંતર બાબા સિદ્દીકીની જેમ તને મારી નાખીશું.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્રત્યક્ષદર્શીને ધમકીઓ મળી છે.

આ મામલે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યાના સાક્ષીને બોલાવ્યો હતો. તેણે ધમકી આપી હતી અને કહ્યું હતું કે કાં તો 5 કરોડ રૂૂપિયા આપો નહીંતર બાબા સિદ્દીકીની જેમ તને મારી નાખીશું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે. આ કોલ કોણે કર્યો તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. આ સિવાય લોરેન્સ બિશ્નોઈ ગેંગ કે અન્ય કોઈ ગુનેગાર જૂથે આની જવાબદારી લીધી નથી.મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે હત્યા કરવામાં આવી હતી.

તેઓ નિર્મલ નગર વિસ્તારમાં સ્થિત તેમના ધારાસભ્ય પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસે ગયા હતા. ત્યાંથી જતી વખતે ત્રણ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ પછી તેને તરત જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થઈ ગયું. તેના પરના હુમલાની જવાબદારી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગુરૂૂઓએ લીધી હતી. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version