ગુજરાત

ગિરનારની બધડાટી રાજકોટમાં પહોંચી: મહેશગીરી દૂધે ધોયેલો નથી: સીબીઆઇ તપાસ કરો: ગીરીશ કોટેચા

Published

on

શ્રીશ્રી રવિશંકરને હિપ્નોટાઇઝ કરી સાંસદ બનેલા મહેશગીરીએ હિન્દુ-જૈનોને બધાવ્યા છે, તેની સાથે ભાજપને સંબંધ તોડવા હાકલ કરતા કોટેચા

જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ગઇકાલે મહેશગીરીએ પૂર્વે ડે.મેયર ગીરીશ કોટેચા પર કરેલા આક્ષેપો બાદ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી ગીરીશ કોટેચાએ પ્રતિઆક્ષેપો કરીને જણાવ્યું હતુ કે, મહેશગીરી દૂધે ધોયેલા નથી. તેની સીબીઆઇ તપાસ કરવાની પણ માંગ કરી છે. આ વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.


આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ગીરીશ કોટેચાએ જણાવ્યું હતુ કે, મહેશગીરી જુનાગઢના સાધુ સંતોની ગાદીઓ પર નજર નાંખતા પહેલા પોતાના ગીરેબાન પર નજર નાંખે જુનાગઢના ગુરૂૂદતાત્રેના કમંડળકુંડના અમૃતગીરી બાપુના સંપર્કમાં આવ્યો અને મહેશગીરી અમૃતગીરી બાપુની નજીક આવ્યો. કમંડળકુંડના અમૃતગીરીનું અવસાન થયું તે પણ શંકાના દાયરામાં છે. મહેશગીરી ગાદીપતિ બન્યો અને તેના હાથના કમંડળકુંડ અને ભેસાણમાં અમૃતગીરીની જગ્યાનો કબ્જો લઈ લીધો હતો.
મહેશગીરી ભવનાથમાં આવ્યા બાદ શ્રી શ્રી રવિશંકરના સંપર્કમાં આવ્યો અને તેને આર્ટ ઓફ લીવીંગમાં લઈ ગયા જયાં તેને શ્રી શ્રી રવિશંકરને હિપ્નોટાઈઝ કરી લીધા અને તેના પર પગ મુકી રાજકારણમાં એન્ટ્રી કરી અને દિલ્હી સાંસદની ચુંટણી ભાજપમાંથી લડી સાંસદ બન્યા હતા.


શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં તમામ વહિવટો સંભાળતો જોકે ત્યાં એવુ તે શું બન્યુ કે તેને આશ્રમ છોડી પાછુ ભગવા પહેરવા પડયા અને જુનાગઢ આવવું પડયું તેનું કારણ શું ? ભારતીય જનતા પાર્ટીએ શ્રી શ્રી રવિશંકરના કહેવાથી સાંસદ બનાવ્યા જોકે એવા તે શું કામ કર્યા કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ તેની ટીકીટ રીપીટ ન કરી અને ફરી ચુંટણી ન લડાવ્યા.

રાજકારણમાં તેને ભાજપે ટીકીટ આપી છતાં ખોટી રીતે અમિત શાહનું નામ લઈ અને રૂૂપિયા લીધાનો આરોપ લગાવે છે.ગીરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢના જૈન અને હિન્દુઓ શાંતિથી રહેતા હતા તો જૈન સંતોની સામે મહેશગીરીએ વિવાદો શરૂૂ કર્યા આ ઉપરાંત ભુતનાથ મંદિરમાં મહેશગીરી કઈ રીતે મંદિરમાં એન્ટ્રી કરી તે પણ શંકાના દાયરામાં છે. ભુતનાથ મંદિરના મહંત 85 થી 90 વર્ષના થયા ત્યારે કાગળ ઉપર ખોટા અંગુઠા લઈ લખાણો કરાવી લીધા હતા.ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા પણ ગીરીનાર પરિક્રમાની બેઠકમાં કલેકટર સાથે માથાકુટ કરી હતી અને પરિક્રમા દેવ દિવાળીથી જ શરૂૂ કરવામાં આવે તેને લઈને વિવાદ કર્યો હતો. જે ખૂબ જ ચર્ચામાં રહ્યો હોવાના કારણે જુનાગઢની છાપ ખરડાઈ હતી.


મહેશગીરી એ તો જૈન સમાજના સાધુ-સંતોને ગીરનારમાં આવશે તો મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહી મહેશગીરીએ તો તનસુખગીરી બાપુના અંગુઠાઓ કાગળો ઉપર લઈ કબજો કર્યો છે. ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલી હાટકેશ હોસ્પિટલ જે મહાશ્રોતાબેન દ્વારા બનાવામાં આવી હતી. જો કે દિલ્હીથી આવી મહેશગીરીએ આ હોસ્પિટલ બંધ કરવા ધમકીઓ આપી અને બુલડોઝર ફેરવી હોસ્પિટલ પાળી નાખવા સુધીની ધમકીઓ આપી છે.


મુખ્યમંત્રી પાસે આ મહેશગીરી અને તેને જે સંસ્થાઓમાં હોદાઓ ધરાવે છે તે ત્રણેય સંસ્થાઓ સામે તપાસ કરાવની માંગ અને સીબીઆઈ તપાસની માંગ કરૂૂ છું. 3-3 આઈ.એ.એસ. અધિકારીઓ સામે આરોપ લગાવનાર સામે તપાસ થવી જરૂૂરી છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ સામે પણ તેને આરોપ લગાવ્યા છે તે મહેશગીરી સાથે ભાજપના કાર્યકરો પણ સંપર્ક ન રાખે અને સમર્થન ન કરે તેવી અપીલ કરૂૂ છું. રૂૂપિયા લેવાની આદત દેશના ગૃહમંત્રી અને અધિકારીઓ નહિ પરંતુ તુ ધરાવે છે તેવું ગીરીશ કોટેચાએ જણાવ્યું છે.

અમિત શાહ અને અધિકારીઓને નાણાં આપ્યાના આક્ષેપોની પણ તપાસ થાય
મંદિરની ગાદી માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 5 કરોડ રૂૂપિયા અને આઈ.એ.એસ. અધિકારી રાહુલ ગુપ્તા અને આલોકકુમાર પાંડે દ્વારા પણ રૂૂપિયા લીધા હોવાના આરોપ લગાવે છે. જે આરોપ સામે રાજય સરકાર મહેશગીરી સામે તપાસ કરાવે તે જરૂૂરી હોવાનું ગીરીશભાઈ કોટેચા દ્વારા માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version