Site icon Gujarat Mirror

પૂર્વ પ્રેમીએ સોશ્યિલ મીડિયામાં ફોટા વાઇરલ કરતા યુવતીએ ફિનાઇલ પીધું

શહેરની ભાગોળે આવેલા કાંગશીયાળી ગામે રહેતી યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેતા પૂર્વ પ્રેમીઓ બ્લેકમેલિંગ કરવા સોશિયલ મીડિયામાં ફોટો વાયરસ કર્યા હતા જેથી યુવતીને માઠું લાગી આવતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા કાંગશીયાળી ગામે રહેતી 20 વર્ષીય યુવતી પોતાના ઘરે હતી ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી દીધું હતું. યુવતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં યુવતીને સાહિલ દાઢણીયા નામના યુવાન સાથે આઠ માસ પૂર્વે પ્રેમ સંબંધ હતો પરંતુ પરિવારજનોએ સમજાવ્યા બાદ યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેતા ધરાર પ્રેમીએ યુવતીને બ્લેકમેલિંગ કરવા ફેસબુક ઉપર બંનેના ફોટો વાયરલ કર્યા હતા. જેથી યુવતીને માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version