Site icon Gujarat Mirror

જામનગરમાં ચારિત્ર્યની શંકા કરી યુવતી પર છરી વડે હુમલો

મૂળ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામ ની વતની અને હાલ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહમાં આશરો મેળવનારી ક્રિષ્નાબેન રાજાભાઈ બગડા નામની 21 વર્ષની યુવતીએ મયુર નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા વિજય કરસનભાઈ કુકડીયા સામે મારકુટ અને ત્રાસ અંગેની સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી યુવતી આજથી દોઢ મહિના પહેલા આરોપી વિજય કુકડીયા સાથે લિવિંગ પાર્ટનર તરીકે રહેતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રીક્ષાચાલકે તેણી પર ખોટી શંકા વહેમ કરીને મારકુટ શરૂૂ કરી હતી, અને તેણીને ધોકા અને પટ્ટા વડે માર મારી પગમાં ઇજા પહોંચાડી હતી. દરમિયાન તેણી પર છરી વડે હુમલો કરી દેતાં ક્રિષ્નાબેન ઇજાગ્રસ્ત બની ગઈ હતી, અને સારવાર મેળવી લીધા બાદ તેણીએ જામનગરના વિકાસગૃહમાં આશરો મેળવી લીધો હતો.

તેણીએ ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધાવતાં જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ ક્રિષ્નાબેન ની ફરિયાદના આધારે રીક્ષાચાલક વિજય કુકડીયા સામે મારકુટ અને એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version