Site icon Gujarat Mirror

રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શો

તાજેતરમા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહેલી વાત દેશમાં ઉદ્યોગ,હસ્તકલા,ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શની તો યોજાય જ છે.. પરંતુ બ્રાઝીલ દેશમાં સતત 99 વર્ષથી યોજાતી ગૌ વંશ સંવર્ધન પ્રદર્શનીમાંથી પ્રેરણા લઇ ભારતમાં સૌપ્રથમ રાજકોટના આંગણે આવુ અનોખુ પ્રદર્શન યોજવાનુ બીડુ કેટલાક નવયુવાન ઉદ્યોગપતિઓએ ઝડપ્યુ છે… આગામી 20, 21, 22 ફેબ્રુઆરીના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ વખત ભવ્યાતિભવ્ય ઇન્ડિયન કેટલ શો 2026 નું આયોજન થવા જઈ રહ્યું છે.

આ સમગ્ર આયોજન આઇ એફ આઈ ઝેડ સી આઇ ની ટીમ ના સંકલન થી આઇ સી એસ ગુજરાત ટીમ ના સભ્યો આયોજન કરી રહ્યા છે. જેમાં આપણા ભારતના રાષ્ટ્રિય ધરોહર સમાન ગીર અને કાંકરેજ નસલ જાતિ ના ગૌ વંશનું પ્રદર્શન અને હરીફાઈ નું આયોજન થવાનું છે. ગુજરાતમાંથી 8000 થી વધારે ગૌવંશનું રજીસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી 100 ગીર અને 100 કાંકરેજ ની પસંદગી કરાઈ છે. જેનું પ્રદર્શન અને હરીફાઈ થશે એમાથી વિજેતા ગૌવંશ ને શ્રેષ્ઠ ને ઉત્તમ ઇનામો ની જાહેરાત થશે… જેમા ચેમ્પિયન ઓફ ધ શો 2026 ગીર અને કાંકરેજ શ્રેષ્ઠ જાહેરાત થશે અને ઇનામ રાશી નુ વિતરણ કરાશે જેમા કુલ રકમ 50 લાખ થી વધારે છે. જે ખેડૂતો અને પશુપાલકો માટે ખુબ ગૌરવની વાત છે.

આ આયોજનમા ખાસ યુવાનો આ કાર્યક્રમ મા જોડાય એ માટે સાંસ્કૃતિક કાયઁક્રમ 21 ફેબ્રુઆરી ના સાંજે 7:30 વાગે વિશ્ર્વ પ્રસિદ્ધ શબદ ફેમસ લોકગાયક હાર્દીક દવે નો સૂફી સંગીત સંધ્યા નુ આયોજન કરેલ છે.. જેમા આપણા ભાતીગળ સંસ્કૃતિ ના લોકગીતો, જુના ભજનો નો માર્મિક સંવાદ સાથે પોતાની આગવી શૈલી મા સૂરો રેલાવશે.. આ શોનુ ખાસ આકર્ષણ વિન્ટેજ કાર નુ પ્રદર્શન હશે…જુના જમાના ની ગાડીઓ એન્ટીક વિન્ટેજ ગાડી નુ ભવ્યાતિત પ્રદર્શન પણ યોજાશે… જે મુલાકાતીઓ નુ ખાસ આકર્ષણ બનશે.સાથે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત એકમોને પ્રોત્સાહન આપવા હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશીને ધ્યાને રાખી પશુ પાલકો ને પ્રોત્સાહન આપવા ઊડઙઘનું સહઆયોજન પણ થયું છે જેમા સ્વદેશી વસ્તુ ગૌ આધારીત એકમો ના સ્ટોલ હશે.. પ્રાકૃતીક ખેતી તેમજ ઓર્ગેનીક વસ્તુઓ નુ વેચાણ પણ રાખવામા આવ્યુ છે.

આ સમગ્ર કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ગૌ પૂજન તેમજ ગૌ પ્રદર્શન નું ઉદ્ઘાટન થશે સાથે ગુજરાત રાજ્યમંત્રીઓ તેમજ સાધુસંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન ભારતભર માંથી અનેક સંવર્ધકો, પશુપાલકો અને વૈજ્ઞાનિકો, વેટરનરી ડોક્ટરો હાજર રહેવાના છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથી શ્રી શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ ગુજરાત વિધાનસભા) શ્રી હર્ષભાઈ સંઘવી (માનનીય નાયબમુખ્યમંત્રી, ગૃહમંત્રી ગુજરાત) પરષોતમભાઈ રૂૂપાલા (સાંસદ રાજકોટ) જીતુભાઈ વાઘાણી (કૃષિ,પશુપાલન મંત્રી ગુજરાત) નયનાબેન પેઢડીયા (પ્રથમ નાગરિક મેયર ,રાજકોટ) ગોવિંદભાઈ ધોળકીયા, (સાંસદ,ર ાજ્યસભા-સુરત), ભાનુબેન બાબરીયા, (ધારાસભ્ય ,રાજકોટ), ઉદયભાઈ કાનગડ ,(ધારાસભ્ય,રાજકોટ), રમેશભાઈ ટીલાળા, (ધારાસભ્ય ,રાજકોટ), દર્શિતાબેન શાહ,(ધારાસભ્ય ,રાજકોટ) ઉપસ્થિત રહેશે.

Exit mobile version