Site icon Gujarat Mirror

ઘંટેશ્ર્વર ટીપી સ્કિમ 46નો ઈરાદો જાહેર

 

રૂડાની મોટામવા 22 તથા 18 તથા 31 અને 23 ટીપી સ્કિમ પરામર્શ માટે રજૂ કરાઈ

મવડી ટીપી સ્કિમ 21 તથા નોન ટીપી વિસ્તારમાં 30 મીટરના ડીપી રોડને 24 મીટરનો દર્શાવતા ફેરફાર માટે શહેરી વિકાસને રજૂઆત

મહાનગરપાલિકાની હદમાં ગ્રામ પંચાયતોનો સમાવેશ થતાં આ વિસ્તારની ટીપી સ્કીમના ડ્રાફ્ટ તૈયાર કરવાની તેમજ પરામર્શ માટે ટીપી સ્કીમો મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઘંટેશ્ર્વર ટીપી સ્કીમ નં. 46નો મુસદો જાહેર કરવામાં આવ્યો છે. જે આગામી જનરલ બોર્ડમાં રજૂ કરી મંજુરી આપવામાં આવશે. તેવી જ રીતે મોટા મૌવા ટીપી સ્કીમ નં. 22, 18, 31 અને 23ને પરામર્શ માટે કમિશનર સમક્ષ રજૂ કરાઈ છે. જ્યારે અગાઉ મંજુર થયેલ મવડી ટીપી સ્કીમ નં. 21 તથા નોન ટીપી વિસ્તારમાં ઝોનીંગ મેપ મુજબ 30 મીટરના રોડ 24 મીટર કરવા માટે શહેરી વિકાસ મંત્રાલયને પત્ર પાઠવી મંજુરી માગવામાં આવી છે.

રાજકોટ શહેરના વિકસતા વિસ્તારને ધ્યાને રાખીને, (સૈધાંતિક રીતે) રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા ઠરાવ નં. 19 તા.19/07/2022 થી (સૈધાંતિક રીતે) મહાનગરપાલિકાની હદમાં સૂચિત નગર રચના યોજનાઓ તૈયાર કરવાનું તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય નગર નિયોજકનો પરામર્શ મેળવવાનું ઠરાવવામાં આવેલ છે, તબક્કા વાર રાજકોટના હદ વિસ્તારમાં કુલ- 65 નગર રચના યોજનાઓ તૈયાર કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો સમાવેશ રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં થાય છે. તે ધ્યાને લેતા ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ-1976ની ધારાકીય જોગવાઈ મુજબ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી વિસ્તાર માટે યોજનાઓ બનાવવાની સતા ડેવલોપમેન્ટ ઓથોરિટી (રૂૂડા)ને છે, પરંતુ સરકારના તા.01/02/1978ના હુકમ ક્રમાંક યુ.ડી.નં.1077/587/યું-2 અને તે અન્વયેના રૂૂડા કચેરીના તા.22/02/1978ના ઠરાવ નં.3 થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટે નગર રચના યોજનાઓ બનાવવાની સતા રાજકોટ મહાનગરપાલિકાને તબદીલ કરાયેલ છે.

રાજકોટ શહેરની ઉતરે બાજુની હદ તરફે ઘંટેશ્વર વિસ્તારમાં રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની મંજુર વિકાસ યોજના-2031માં સદર વિસ્તારમાં “રહેણાક” તથા “ઓદ્યોગિક ઝોન સૂચવવામાં આવલ છે. જે વિકાસ શીલ વિસ્તાર હોય સદરહુ નગર રચના યોજના નં.46(ઘંટેશ્વર) બનાવવી આવશ્યક છે. તેનું અંદાજીત ક્ષેત્રફળ 19,25,686 ચો.મી. (192.56 હેક્ટર) થાય છે. તેની ચતુ. સીમા નીચે મુજબ છે. નગર રચના યોજન બનાવવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1) મુજબ નગર રચના યોજના બનાવતા પહેલા મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવો જરૂૂરી હોય સૂચિત મુસદારૂૂપ મગર રચના યોજના નં.46(ઘંટેશ્વર) બનાવવા માટે મુખ્ય નગર નિયોજક નો પરામર્શ/મંજુરી માંગવામાં આવતા તેમના પત્ર ક્રમાંક ન.ર.યો.નં.46(ઘંટેશ્વર)/કલમ-41(1)/સૌ/612 તા.20/02/2025થી શરતી પરામર્શ આપવામાં આવેલ.

મુખ્ય નગર નિયોજકનો પરામર્શ મળી ગયેલ હોય નવી સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.46 (ઘંટેશ્વર) બનાવવા માટે અધિનિયમની કલમ-41 મુજબ જરૂૂરી ઈરાદો જાહેર કરવા તેમજ તેને આનુસાંગિક અધિનિયમની જોગવાઈ મુજબની જાહેર પ્રસીધ્ધી તથા સરકારમાં મંજુરી અર્થે સાદર કરવા સુધીની આગળની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ.કમિશનરને અધિકૃત કરવા જરૂૂરી ઠરાવ અર્થે આ દરખાસ્ત પ્લાનિંગ કમિટી મારફત સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી છે.

 

ટીપી સ્કિમ નં. 31 પરામર્શ અર્થે રજૂ
રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં.31-રાજકોટને સરકાર દ્વારા તા.02/08/2012થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.25/09/2012થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્તારને કામચલાઉ પુન:રચના (પ્રારંભિક)ની દરખાસ્ત તૈયાર કરી સદંર્ભ-(1)નાં પત્રથી અત્રેના ફેરપરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે પ્લાનીંગ કમિટી મારફત જનરલ બોર્ડમાં રજૂ કરાશે.

મવડી બાપા સીતારામ ચોકથી રામધણ સુધીનો રોડ 30ના બદલે 24 બતાવી દીધો
આમ, પ્રારંભિક નગર રચના યોજના નં.21-મવડી માં આવેલ 30.00 મી. ડી.પી. રોડને 24.00 મી. ટી.પી. રોડ દર્શાવવામાં આવેલ છે.જે બાબતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના અનવયે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 ની કલમ-19 હેઠળ ફેરફાર કરવા કાર્યવાહી હાથ ધરવા સૂચન થયેલ છે. આમ, ઉપરોક્ત વિગતો ધ્યાને લેતાં, રાજકોટ શહેરમાં આવેલ બાપા સીતારામ ચોક (મવડી) થી રામધણ ગૌશાળા (મવડી) સુધીનો 30.00 મી. ડી.પી. રોડની પથરેખામાં ફેરફાર કરી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, 1976 ની કલમ-19 હેઠળ 24.00 મી. ડી.પી. રોડની દરખાસ્ત આસાથે સામેલ નક્શામાં દર્શાવ્યા મુજબ 24.00 મી. પહોળાઈની કરવા મંજુરી મળવા તથા મંજુરી મળ્યેથી સમગ્ર દરખાસ્ત વધુ કાર્યવાહી અર્થે મુખ્ય કારોબારી અધિકારી, રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ (રૂૂડા) ને જાણ કરવાની થાય છે. સદર દરખાસ્ત જનરલ બોર્ડમાં રજૂ કરી સરકારમાં મોકલવામાં આવશે.

ઘંટેશ્ર્વર ટીપી સ્કિમ નં. 46ના વિસ્તારો અને હદ

ઉતર- રૂૂડાની સૂચીત મુ.ન.2.યો.નં.76/2(પરાપીપળીયા)ની હદ આવેલ છે.
દક્ષીણે- સૂચીત મુ.નર.યો.નં.47(ઘંટેશ્વર) તથા સૂચીત મુ.ન.2.યો.નં.48(ઘંટેશ્વર)ની હદ આવેલ છે.
પૂર્વ- માધાપર ગામની હદ આવેલ છે. તથા મુસદારૂૂપ નગર રચના યોજના નં.38/1(માધાપર)ની હદ તથા માધાપર ગામની હદ આવેલ છે.
પશ્ર્ચિમે- રૂૂડા વિસ્તારમાં સમાવેશ થતા પરાપીપળિયા ગામની હદ આવેલ છે.

ટીપી સ્કિમ નં. 18 પરામર્શ અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.18-રાજકોટને સરકાર દ્વારા તા.27/06/2006થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા-20/10/2006થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્તારને કામચલાઉ પુન:રચના (પ્રારંભિક)ની દરખાસ્તો તૈયાર કરી સદંર્ભ-(1)નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જેનો અભિપ્રાય લઈ દરખાસ્ત પ્લાનીંગ કમિટી મારફત જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

મોટામવા ટીપી સ્કિમ 22 પરામર્શ અર્થે રજૂ
રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં. 22-મોટામવા(રાજકોટ) ને સરકાર દ્વારા તા.06/01/2017 થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.12/04/2017 થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્તારને કામચલાઉ પુન:રચના (પ્રારંભિક) ની દરખાસ્તો તૈયાર કરી સદંર્ભ-(1) નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે અભિપ્રાય આપ્યા બાદ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે.

 

મોટામવા ટીપી સ્કિમ 23 પરામર્શ અર્થે રજૂ

રાજકોટ મહાનગરપાલિકાની મુસદારૂૂપ નગર રચના યોજના નં. 23-મોટામવા (રાજકોટ)ને સરકાર દ્વારા તા.09/11/2016થી મંજુર કરી તેને આખરી કરવાના કામે તા.12/04/2017થી નગર રચના અધિકારીની નિમણુંક કરાયેલ છે. આ રીતે નિમાયેલ નગર રચના અધિકારી દ્વારા સદરહુ નગર રચના યોજના વિસ્તારને કામચલાઉ પુન:રચના (પ્રારંભિક)ની દરખાસ્તો તૈયાર કરી સદંર્ભ-(1)નાં પત્રથી અત્રેના પરામર્શ અર્થે મોકલવામાં આવેલ છે. જે આગામી જનરલ બોર્ડમાં રજૂ કરાશે.

Exit mobile version