પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાના નવા શોની જાહેરાત કરીને દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. આ શોમાં ગૌરવ ખન્ના અને શ્રદ્ધા આર્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સ્ટાર પ્લસે સોશ્યલ મીડિયા પર બન્ને કલાકારો સાથેનો એક વિડિયો શેર કરીને નવા શોની જાહેરાત કરી છે. જોકે હજી સુધી શીર્ષક જાહેર કરવામાં આવ્યું નથી. ગૌરવ અગાઉ ’અનુપમા’માં અનુજ કાપડિયાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયો હતો.
આ ટીઝર સામે આવ્યા બાદ ચાહકોએ ગૌરવ ખન્નાને નવા શો માટે શુભેચ્છાઓ આપી છે. જોકે શોનું નામ, વાર્તા, પ્રસારણની તારીખ અને સમય અંગે નિર્માતાઓએ હજી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
