Site icon Gujarat Mirror

મોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયા

મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે ખેસ પેહરીને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયા મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ સંઘના ડિરેક્ટર છે. ગોરધનભાઈની સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. તેમના કોંગ્રેસ પ્રવેશથી મોરબી જિલ્લા અને ખાસ કરીને વાંકાનેરમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બન્યો છે. ગોરધનભાઈ અને તેમના સાથેના તમામ મિત્રોનું વાંકાનેર કોંગ્રેસ પરિવારમાં હાર્દિક સ્વાગત કરીયે છીએ.

Exit mobile version