ગુજરાત

યાત્રાધામ વીરપુરમાં તસ્કર ગેંગ કાર્યરત, સીમમાંથી કેબલ, ગામમાંથી બાઈક ચોરી ગયા

Published

on

નિષ્ક્રિય પોલીસ જાગે તેવી માંગ

યાત્રાધામ વીરપુરના મેવાસા રોડ ઉપર આવેલ ખેતરોમાંથી 15 થી 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં તસ્કરોએ કેબલની ચોરી કરતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે, અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદના કારણે એક તો કુદરત નો માર છે ત્યારે બીજી બાજુ ખેડૂતો એ ખેતરોના કૂવામાં તેમજ પાણીના દારમાં ઉતારેલ મોટરના કેબલ ચોરી થતાં ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ પણ યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એક વર્ષમાં 80 થી 90 જેટલા ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થઈ છે,સાથે જ ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ ને જાણ પણ કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર કોઈ નક્કર કામગીરી ન કરતુ હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા.


ખેડૂતોએ પોલીસ ને હાલ કેબલ ચોરી થઈ હોવાની રજુઆત તેમજ ફરિયાદ કરવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સ્થળ તપાસ કે પંચનામું પણ કરવામાં ન આવ્યું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા,સાથે ખેડૂતોના ખેતરોમાંથી કેબલની ચોરી થતી હોવાથી એક ખેડૂતને 10 હજાર રૂૂપિયા જેવું નુકશાન ભોગવવાનો વારો આવે છે,સાથે જે કેબલની ચોરી તસ્કરો કરી રહ્યા છે તેના કારણે ખેડૂતોને મહેનત પણ વધી જાય છે.

કારણ કે કેબલ છે તે ખેડૂતોના ખેતરોના કૂવામાં કે દારમાં પાણીની મોટર અંદર હોવાથી તસ્કરો કુવા તેમજ દાર ઉપર રહેલ કેબલ કટિંગ કરીને લઈને જતા રહે છે જેથી કરીને ખેડૂતોને કુવામાંથી આખી મોટર બહાર કાઢી ફરી નવેસરથી નવા મોંઘા ભાવના કેબલની ખરીદી કરીને ફરી બધું ફિટિંગ કરીને કેબલ નાખવા પડતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે,સાથે જ તસ્કરો કેબલની સાથે ખેત મજૂરોના મોબાઈલો, વેલ્ડીંગની પેટીઓ, કેબલો સહિતની ચોરી કરીને જતા રહે છે,અને ખેડૂતોને એકબાજુ કુદરતની વરસાદી આફત અને બીજી તરફ તસ્કરોની કેબલ ચોરીથી ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version