શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે રહેતા પ્રૌઢે દારૂના નશામાં શેમ્પુ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ત્રંબામાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતાં વિપુલભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.47) રાત્રિના પોતાના ઘરે હતાં ત્યારે દારૂના નશામાં શેમ્પૂ પી લીધું હતું.
પ્રૌઢને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
અન્ય બનાવમાં કુબલીયાપરામાં રહેતી નિશાબેન ચંદુભાઈ સોલંકી નામની 15 વર્ષની સગીરાને કામ બાબતે નાની બહેન સાથે ઝઘડો થતાં ફિનાઈલ પી લીધું હતું. જ્યારે ઘંટેશ્વર પચ્ચી સવારીયામાં રહેતા અનિલ રમેશભાઈ યાદવ (ઉ.વ.31)એ ગૃહકલેશથી કંટાળઈ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
