રાજસ્થાન ટુરિઝમના ચેરમેન પદની લાલચ આપી ટોળકીએ રૂા.1.10 કરોડ પડાવ્યા

ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં તાજેતરમાં થયેલી મારામારી અને ખૂની હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો માત્ર સામાન્ય ઝઘડો નહીં, પરંતુ…

ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણમાં તાજેતરમાં થયેલી મારામારી અને ખૂની હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો માત્ર સામાન્ય ઝઘડો નહીં, પરંતુ રાજકીય પદ મેળવવાના નામે થયેલી કરોડો રૂૂપિયાની છેતરપિંડી અને તેના કારણે ઉભી થયેલી રાજકીય અદાવતનું પરિણામ હોવાનું સામે આવ્યું છે. ઈન્ફોસિટી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 11 શખ્સોને રાઉન્ડઅપ કરી લીધા છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર વિવાદની જડ રાજસ્થાન સરકારમાં ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન પદ અપાવવાના નામે થયેલી આર્થિક લેતીદેતીમાં રહેલી છે. આરોપીઓએ ફરિયાદી પક્ષ પાસે ચેરમેન બનાવવાના બહાને 1 કરોડ 10 લાખ રૂૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.

લાંબો સમય વીતવા છતાં ન તો ચેરમેન પદ મળ્યું, ન તો પૈસા પરત મળ્યા. જ્યારે ભોગ બનનાર વ્યક્તિઓએ પોતાના પૈસા પાછા માંગવાનું શરૂૂ કર્યું, ત્યારે આરોપીઓ સાથે તેમની તકરાર શરૂૂ થઈ હતી. આ અદાવતને કારણે જ આરોપી મહેન્દ્રસિંહ રાઠોડે પોતાના 10 જેટલા સાથીદારો સાથે મળીને આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ નામના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.