Site icon Gujarat Mirror

વાડી વિસ્તારમાં વાયર ચોરી કરતી ગેંગ પકડાઇ

 

રાજકોટ ગ્રામ્યમા વાડી વિસ્તારમાથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગના 3 શખ્સોને વિછીંયા પોલીસે ઝડપી લઇ 31000 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પુછપરછમા તેમણે 7 ગુના કર્યાની કબુલાત આપી હતી.

વધુ વિગતો મુજબ તા. 18 એપ્રીલનાં રોજ મોટા હડમતીયા ગામે આવેલા ટેલીફોન એક્ષચેંજનાં મકાનમાથી કેબલ વાયરની ચોરી થયાની ફરીયાદ વિંછીયા પોલીસ મથકમા નોંધવામા આવી હતી. આ ઘટનામા વિંછીયા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા પેટ્રોલીંગ કરી રહી હતી તે સમયે વિંછીયા પોલીસનાં વિપુલભાઇ રાજપરા, અશોકભાઇ સોસા અને વિક્રમસિંહ ગોહીલ સહીતનાં સ્ટાફે ઓરી ગામથી મોટી લાખવડ તરફ જવાના રસ્તે 3 શખ્સો પ્લાસ્ટીકની કોથળીમા કોઇ ચીજવસ્તુ ભરેલી લઇને જતા હતા અને તેઓએ પોલીસને જોઇને દોટ મુકતા પોલીસે તુરંત આરોપીઓને અટકાવી તલાસી લેતા 1પ હજારનો કોપર વાયર મળી આવ્યો હતો. તેમની પુછપરછ કરતા તેમણે હડમતીયા ગામે ટેલીફોન એક્ષચેંજનાં મકાનમાથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

આરોપીઓની પુછપરછમા પોતે પોતાનુ નામ ચોટીલાનાં પ્રવિણ બબા પરમાર, બાબરાનાં મોટા દેવળીયાનાં સુરેશ નટુ સોલંકી અને મુકેશ બાબુ સોલંકી હોવાનુ જણાવ્યુ હતુ. તેઓ પાસેથી કુલ 31 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્રણેયની પુછપરછમા મોટા દેવળીયાનાં હનુ ઉર્ફે ટેટીયો સુરા ટપુ વાઘેલા અને અનીલ કિશોર વાઘેલાનુ નામ આપતા તેમની શોધખોળ શરૂ કરી છે. હનુ અગાઉ મારામારી અને ચોરાનાં ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે. આ ટોળકીએ એક મહીનામા રાંદલનાં દડવા ગામે, મોટા દેવળીયા, ઝુંડાળા ગામ, દેવળીયા વાસાવડ રોડ પર, રાણીપડા ગામ એમ કુલ 7 જગ્યા પર ચોરીને અંજામ આપ્યો હતો.

આરોપીઓની પુછપરછમા પોતે દિવસનાં સમયે બાઇક પર સીમ અને વાડી વિસ્તારમા રેકી કરતા હતા અને રાત્રીનાં સમયે આખી ટોળકી વાયર કાપવાનાં હથીયારો લઇ ચોરી કરતી હતી. તેમજ ચોરીનાં સમયે કોઇ પ્રતીકાર કરે તો પથ્થર મારવા માટે ગીલોર સાથે રાખી તેમજ કેબલ વાયરની ચોરી કરી સળગાવી અને અંદરનુ કોપર લઇ જઇ વેચી અને રોકડી કરી લેતા હતા .

Exit mobile version