ગુજરાત
રાજકોટના 20 સહિત 50 એટીએમ તોડનાર ત્રિપુટી સામે ગેંગ કેસનો ગુનો
ટોળકીએ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બેંગ્લોર અને કર્ણાટકમાં અનેક ગુના આચર્યા
જામનગરમાં એક એટીએમમાં ‘કળા’ કરવા આવ્યા ને એલસીબીએ દબોચી લીધા, એકની શોધખોળ
એટીએમમાં છેડછાડ કરી પૈસા ચોરી લેતી ટોળકીને પકડી લેવામાં જામનગર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ટોળકીના ત્રણેય સભ્યો રાજસ્થાની છે તેમજ તેમની પૂછપરછમાં રાજકોટના અલગ અલગ 21 સહીત કુલ 50થી વધુ એટીએમ તોડી મોટી રકમ ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ,કાર અને અન્ય સામાન પણ કબ્જે કર્યો છે તેમજ તમામ સામે ગેંગ કેસનો ગુનો નોંધ્યો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂૂપીયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય તે ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના ને ધ્યાને લઇ એલ.સી.બી.ના પીઆઇ વી.એમ.લગારીયા,પો.સ.ઇ પી.એન.મોરી તેમજ પો.સ.ઇ એ.કે.પટેલ તેમજ એલ.સી.બી. ના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ,રૂૂષિરાજસિંહ વાળા નાઓને મળેલી બાતમીને આધારે એ.ટી.એમ.ના કેસ ડીસ્પેન્સરમા પુનમખાન ડયાલખાન માલીયા રહે.
કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન, રામપ્રકાશ રામકરન ગોદારા રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન અને ગૌરીશંકર ગીરધારલાલ સુથાર રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ રાજય- રાજસ્થાન ને સેલ્ટોસ કાર નંબર.જી.જે.18 બીએમ 6869 લઇને જામનગર શહેરમાં પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્કના એટી.એમ માથી પૈસાની ચોરી કરવાની તૈયારી કરી કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરી રહેલ છે,જે બાતમી આધારે પકડી લીધા હતા.આરોપીઓની પૂછપરછ કરતા તેમના સાગરીત હરમનરામ નથુરામ ભાકર રહે. ધાનેરૂૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાનનું નામ ખુલતા તેમની શોધખોળ આદરી છે.
આરોપીની પૂછપરછ કરતા રાજકોટ શહેરમાં કુવાડવા રોડ,પારેવડી ચોક,માલવીયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર અને ત્રિકોણ બાગ સહીત વિસ્તારના 20 જેટલા એટીએમમાં છેડછાડ કરી મોટી રકમ પડાવી હતી.ઉપરાંત રાજસ્થાન, બેંગ્લોર, અમદાવાદ,વડોદરા અને સુરત સહીત 50થી વધુ એટીએમમાં છેડછાડ કરી પૈસા ચોરી કર્યા હતા.આ મામલે હવે જામનગર પોલીસે આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ શરુ કરી છે.તેમજ ટોળકી સામે ગેંગ કેસનો ગુનો નોંધ્યો છે.