ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી.એ.જોગીયા, દેવાંગભાઈ પાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ઠેબચડા ગામની સીમમાં સંજયભાઈ દુમાદીયાની વાડી પાસે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં સંજય દેવાભાઈ દુમાદીયા, રણજીત સુરેશભાઈ સરવૈયા, વેપારી ભરત ગોવિંદભાઈ થોરીયા, હરેશ તરસીભાઈ મોઢવાણીયા અને નિતેશ વેલજીભાઈ મકવાણાને ઝડપી લઈ પટમાંથી રૂા.10540ની રોકડ કબજે કરી તમામ આરોપી વિરૂધ્ધ જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.