ગુજરાત
કુવાડવા રોડ લાતી પ્લોટ અને અમૂલ સર્કલ પાસે જુગારનો દરોડો, 11 જુગારી ઝડપાયા
રૂા. 25 હજારનો મુદ્દામાલ જપ્ત
કુવાડવા રોડ લાતી પ્લોટ અને અમુલ સર્કલ પાસે નવા બસસ્ટેન્ડ નજીસક જાહેરમાં જુગાર રમતા કુલ 11 શખ્સોને ઝડપીલેવામાં આવ્યા છે. આ ઘટના અંગે કુલ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા રોડ લાતી પ્લોટ શેરી નં. 12માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારેબી ડિવિઝન પોલીસના ભાનુશંકરભાઈ ધાંધલ, રાજદીપભાઈ અને કુલદિપસિંહ જાડેજા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા નરેશ નાથાભાઈ મકવાણા, ગોવિંદ સાગઠિયા, નરેશ શામજી મકવાણા, રાહુલ મનજી ચૌહાણ, ભાવેશ લુણાગરિયા, ચંદ્રકાંત વધેરા, એઝાદ મહેબુબ તરક વાડિયા અને પ્રતાપ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી.
તેમની પાસેથી રૂા. 22,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજા બનાવમાં અમુલ સર્કલ પાસે નવા બસ સ્ટોપ નજીક જુગાર રમતા કુરિયર કંપનીમાં કામ કરતા શૈલેષ ગોવિંદભાઈ મોરી, કૃણાલ મનસુખ સીતાપરા અને જયંતિ નરોતમ ઓરડિયાની ધરપકડ કરી રૂા. 3,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.