ક્રાઇમ

મસિતિયાના ખારી વિસ્તારમાં જુગાર દરોડો રૂા.6.84 લાખના મુદ્દામાલ સાથે 12 ઝડપાયા

Published

on

જામનગર જિલ્લા પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે ચાલતી કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે. પંચકોશી બી ડીવીઝન પોલીસે દરોડા પાડીને 12 જેટલા શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂૂપિયા 3.10 લાખ ઉપરાંત મોબાઈલ ફોન અને વાહનો મળી કુલ રૂૂ. 6.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


મળતી માહિતી મુજબ, ગુજરાત પોલીસના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવાના આદેશને અનુસરીને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલના માર્ગદર્શન હેઠળ પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ મસીતીયા ગામે ખારી વિસ્તારમાં આવેલી હાજીભાઈ ઓસમાણભાઈ ખફીની વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ ગંજીપાનાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.


પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂૂપિયા 1,09,400/- ઉપરાંત ગંજીપાનાના પાના, મોબાઈલ ફોન, ત્રણ મોટર સાયકલ અને એક બલેનો કાર મળી કુલ રૂૂ. 6,84,900/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓમાં અકરમ ગુલમામદ ખફી (રહે.આદર્શ મંડપ પાસે સુમરા ચાલી દરબારગઢ જામનગર) ઇકબાલ ઇસ્માઈલ ખફી (રહે. સોનીની વાડીની બાજુમા ખંભાળીયા નાકા પાસે તા.જી.જામનગર) તોફીક અબ્દુલભાઈ દેખાન (રહે.મચ્છી પીઠ ખોજા નાકુ જામનગર યાશીન ફીરોજભાઈ ખફી રહે.કીશાન ચોકની આગળ સુમરા ચાલી જામનગર સતીષ હરીશભાઈ મંગી રહે.નંદનવન સોસાયટી રણજીત સાગર રોડ જામનગર અકરમ સલીમભાઈ બ્લોચ રહે.ઉનની કંદોરી પાસે સુમરા ચાલી જામનગર અનીલ સોમાભાઈ ચાવડા રહે.

એમ-51 રૂૂમ નં-3865 પહેલો ગેઈટ સાધના કોલોની જામનગર હીતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા રહે.બ્લોક નં-એમ.51 રૂૂમ નં-3865પહેલો ગેઈટ સાધના કોલોની જામનગર હાજીભાઈ ઓસમાણભાઈ ખફી રહે.ઉનની કંદોરીની બાજુમા સુમરા ચાલી જામનગર અક્ષય દીનેશભાઈ રાઠોડ રહે.દી.પ્લોટ-49 નેહરૂૂનગર શેરી નં-8 જામનગર રમેશ મુળજીભાઈ વાઘેલા રહે.રેલ્વે સ્ટેશનની બાજુમા ભીમવાસ શેરી નં-1 જામનગર સુનીલભાઈ ગ્યાનચંદ લાલવાણી રહે.દી.પ્લોટ-58 હીંગળાજ ચોક આશાપુરા સોસાયટી આશાદીપ એપાર્ટમેન્ટ જામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version