ક્રાઇમ
જામનગર રોડ પર મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા 6 શખ્સો ઝબ્બે
દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીંગાનો વિગત આપવાનો ઇનકાર
શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા 6શખ્સોને રૂા.014550ની રોકડ સાથે ઝડપી પાડયા હતા. જો કે, દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીગાએ વિગતો આપવાનો ઇન્કાર કરી દીધો હતી.
જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી.રાણીગા, કોન્સ. તોફિકભાઇ મંધરા સહિતનો સ્ટાફ પ્રટ્રોલિંગમાં હતો દરમિયાન જામનગર રોડ પર રૂડા બિલ્ડિંગની બાજુમાં આવેલા મેડિકલ સ્ટાફ કવાર્ટરમાં રહેતા મનોજભાઇ ગોવિંદભાઇ રાણા પોતાના કવાર્ટરમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી પત્તા ટીંચતા મનોજભાઇ ગોવિંદભાઇ વાધેલા, રવજીભાઇ ભાદાભાઇ વાધેલા, બાબુ નરશીભાઇ પરમાર, રવિ જગદિશભાઇ શીંગાળા, અનિલ અરજણભાઇ કબીરાને ઝડપી પાડી રૂા.14550ની રોકડ કબજે કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ અગે દરોડો પાડનાર પી.એસ.આઇ રાણીગા સાથે વાતચીત કરતા તેણે વિગત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી વિગતો શા માટે છૂપવવામાં આવે છે? તે સવાલો ઉઠી રહ્યા છે.