ટંકારાના ધુનડા ગામે મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાંથી ‘જુગાર ક્લબ’ ઝડપાઇ

ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી…

ઘુનડા (સ.) ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂૂ 24.30 લાખ, 9 મોબાઈલ, બે કાર સહીત કુલ રૂૂ 44,76,800 નો મુદામાલ કબ્જે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બોર્ડર રેંજ આઈજીના માર્ગદર્શન હેઠળ બોર્ડર રેંજ ભુજની ટીમ મોરબી શહેર વિસ્તારમાં ખાનગી વાહનથી પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘુનડા સજનપર રોડ પર આવેલ શ્યામ વિલા પાસે પહોંચતા ખાનગી બાતમી મળી હતી કે મોરબી રાજનગર પંચાસર રોડ પર રહેતા દેવકરણ શીતાણી (વ્યાસ) નામનો ઇસમ બહારથી જુગાર રમતા ખેલાડીઓ બોલાવી ભેગા કરી નાલ ઉઘરાણી ઓમ વિલા ખાતે બંગ્લા નં એ-3 માં ગેરકાયદેસર તીનપતિનો હારજીત જુગાર રમાડે છે હાલ પ્રવૃત્તિ ચાલુ છે જેથી બાતમીને આધારે ટીમે ઓમ વિલામાં બંગ્લો એ 3 માં રેડ કરી હતી.

બંગ્લોમાં જુગાર રમતા હાર્દિક લાભુભાઈ માકાસણા રહે ચરાડવા દેવળિયા રોડ તા. હળવદ, જયેશ કાનજીભાઈ પડસુંબીયા રહે પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમ દલસુખભાઈ ઘૂમલીયા રહે કુબેરનગર 2, ત્રિલોકધામ નવલખી રોડ મોરબી, નરોત્તમભાઈ વિરજીભાઈ ફેફર રહે વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ નરસંગ ટેકરી મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી રહે ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશ કરશનભાઈ ભીમાણી રહે નેસડા (સુ) તા. ટંકારા, ચેતન ધીરજલાલ ચીકાણી રહે શક્તિ સોસાયટી મોરબી, જીગ્નેશ ડાયાભાઇ કાચરોલા રહે ન્યુ ચંદ્રેશ સોસાયટી મુનનગર મોરબી અને દેવશંકર હિમતલાલ શીતાણી રહે રાજનગર પંચાસર રોડ મોરબી એમ નવને ઝડપી લીધા હતા.

પોલીસે જુગારધામ ઝડપી લઈને સ્થળ પરથી રોકડ રૂૂ 24,30,800, બંગ્લાનું લાઈટ બીલ, નવ મોબાઈલ કીમત રૂૂ 46,000 અને બે કાર કીમત રૂૂ 20 લાખ સહીત કુલ રૂૂ 44,76,800 નો મુદમાલ જપ્ત કર્યો છે બંગ્લાનું લાઈટ બીલ ચેક કરતા લાઈટબીલ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું હોવાનું ખુલ્યું હતું.

રેંજ ટીમે મસમોટું જુગારધામ ઝડપી લીધું હતું જ્યાંથી 24 લાખથી વધુની રોકડ અને 20 લાખના વાહનો સહીત 44.76 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે જે બંગ્લાનું લાઈટ બીલ ચેક કરતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામે હોવાનું ખુલ્યું હતું શૈલેષભાઈના પત્ની હાલ વોર્ડ 8 માંથી ભાજપના કોર્પોરેટર છે અને ભાજપ કોર્પોરેટરના પતિના બંગ્લામાંથી મસમોટું જુગારધામ ઝડપાતા તર્કવિતર્ક વહેતા થયા છે.

મોરબીની સ્થાનિક પોલીસની કામગીરી સામે સમયાન્તરે સવાલો ઉઠતા રહે છે અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડો કરી કરોડોના દારૂૂ ઝડપી લીધા છે સ્થાનિક પોલીસને દારૂૂ કે જુગારની કોઈ માહિતી જ નથી હોતી પરંતુ અમદાવાદ-ગાંધીનગરમાં બેસેલ જખઈ ટીમ અને ભુજમાં બેસેલ બોર્ડર રેંજ ટીમને બાતમી મળી જતી હોય છે બોર્ડર રેંજ ટીમે જુગારધામ ઝડપી લઈને સ્થાનિક પોલીસની કામગીરી ઉઘાડી પાડી છે.