રાજકોટ જીલ્લામાં છાનેખૂણે ચલતા જુગારના અડ્ડાઓ ઉપર પોલીસે દરોડા પાડ્યા હતા. જીલ્લામાં પોલીસે અલગ અલગ ચાર સ્થળે દરોડા પાડ્યા હતા.જેમાં પડધરી,ગોંડલ અને શાપર-વેરાવળમાં ચાર દરોડામાં કુલ 27 શખ્સોની જુગાર રમતા ધરપકડ કરી રોકડ સહીત રૂ.6.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની ટીમે પાડેલા જુગારના દરોડામાં રાજકોટ-જામનગર હાઇવે ઉપર ચૌકીધાણી હોટલ પાછળ આવેલ એક મકાનમાં ચાલતી જુગાર ક્લબ ઉપર પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી લીધા હતા.
રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચના હેઠળ જીલ્લામાં જુગારના અડ્ડાઓ ઉપર દરોડા પાડવા આપેલી સુચના અન્વયે એલ.સી.બી. પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન માં રાજકોટ-જામનગર હાઇવે ઉપર તરઘડી ગામની સીમમાં ચૌકીઢાણી હોટલ પાછળ આવેલ ગોલ્ડન એંકર સોસાયટીના પ્લોટ નં. 31માં ગીરીશભાઇ કાનજીભાઇ ફડદુના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેમાં ગીરીશભાઇ કાનજીભાઇ ફડદુ (રહે. ભવનાથ પાર્ક, મવડી, રાજકોટ) , મનસુખભાઇ હીરાભાઇ વોરા (રહે. સંસ્કાર સીટી, મવડી, રાજકોટ) , નીલેશભાઇ મણીલાલ પાટડીયા (રહે. મીલપરા, રાજકોટ) , નીતીનભાઇ ગોવીંદભાઇ રામાણી (રહે. હરીઘવા રોડ, રાજકોટ) , નરશીભાઇ બાબુભાઇ ગઢીયા (રહે. મવડી રોડ, રાજકોટ) અને નીંકુજભાઇ બાવાલાલ પરસાણા (રહે. કોઠારીયા રોડ, રાજકોટ)ની ધરપકડ કરી હતી. એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડા રૂ. 1,46,100, 7 નંગ મોબાઈલ ફોન અને એક બ્રેઝા કાર મળી કુલ રૂ. 6,36,600/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય ત્રણ દરોડામાં ગોંડલ રાજકોટ હાઇવે ઉપર ઉમવાડા ચોકડીથી રાજકોટ બાજુ જતા બાપાસિતારામ હોટલ પાસેથી હિતેશભાઇ શંભુભાઇ રૈયાણી , અમરશીભાઇ ઉર્ફે લાલો જેન્તીભાઇ મકવાણા , મનોજભાઇ હસમુખભાઇ પંડ્યા , દિનેશભાઇ બાવાભાઇ રૈયાણી અને અશોકભાઇ જસમતભાઇ પરમારની ધરપકડ કરી રૂ.20 હજારની રોકડ કબજે કરી હતી.
ત્રીજા દરોડામાં રીબડા રેલવે સ્ટેશન નજીક ધાર ની બાજુમા આવેલ સમૃધી ઇન્ડસ્ટ્રીજ એરીયા ઇશા એન્ટરપ્રાઇઝ નામના કારખાનાની બાજુમા જુગાર રમતા રિજવાન નૌશેખાન મુસ્લીમ,દિનેશ ધનજુદાસ સીંગ હેરબા ,ભરત દયાનંદ પ્રસાદ ,સુનીલ ગરીબરામ ચંદ્રવંશી ,બબલુભાઇ છોટક પ્રસાદ ,ઇકબાલ નૌસેખાનની રૂ.18 હજારની રોકડ સાથે ધરપકડ કરી હતી.
ચોથા દરોડામાં શાપર વેરાવળના પારડીગામ રીધ્ધીસીધ્ધી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ખેતાભાઇ મંગળભાઇ રાઠોડ, પરબતભાઇ કાળૂભાઇ ડવ, મગનભાઇ ચનાભાઇ પારઘી, દિનેશભાઇ મોહનભાઇ સોલંકી, દલાભાઇ મુળજીભાઇ રાઠોડ, ખેંગારભાઇ ઘેલાભાઇ પારઘી, મોહનભાઇ તેજાભાઇ પરમારની ધરપકડ કરી રૂ.10480ની રોકડ કબજે કરી હતી.
