Site icon Gujarat Mirror

ગેલેક્સી ગ્રૂપની ભાગીદારી પેઢીને સ્ટેમ્પ ડ્યૂટી ચોરી બદલ 4.46 કરોડનો દંડ

રાજકોટના જાણીતા ગેલેક્સી ગૃપની એક ભાગીદારી પેઢી દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલી કરોડોની મિલકતની ખરીદીમાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ સિટી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર કચેરી દ્વારા આ મામલે કડક વલણ અપનાવી કુલ રૂૂા. 4.46 કરોડનો દંડ અને ખૂટતી ડ્યુટી ભરવા હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મેસર્સ ’ખેડૂત’ નામની ભાગીદારી પેઢીમાં રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલ, કિરણભાઈ વાલજીભાઈ ભાલોડીયા, રશ્મીકાંત વાલજીભાઈ ભાલોડીયા સહિતના ભાગીદારોએ વર્ષ 2012માં એક મિલકત ખરીદી હતી. રૂૂા. 15.30 કરોડ નક્કી કરવામાં આવી હતી. પેઢીએ માત્ર રૂૂા. 75 લાખની ડ્યુટી ભરી હતી.નિયમ મુજબ રૂૂા. 1.53 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી.જો ભાગીદારો આ હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમની કલમ 53(1) મુજબ ખૂટતી ડ્યુટીના 25 ટકા રકમ જમા કરાવીને 90 દિવસની અંદર ઉપલી કચેરીમાં અપીલ કરી શકશે.

Exit mobile version