Site icon Gujarat Mirror

પાટણ-જામનગર જિલ્લાના ગુનામા નાસતો ફરતો આરોપી ખંભાળિયાથી ઝડપાયો

પોરબંદર હાઇવે પરથી હોટેલ પાસેથી દબોચાયો

ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. આર.આર. ઝરુ તથા હેમતભાઈ નંદાણીયા અને યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના પોરબંદર હાઈ-વે પર આવેલી ગંગા જમના હોટલ પાસેથી ભાણવડ તાલુકાના પાછતરડી ગામના રહીશ મેરુ ઉર્ફે મેરામણ રામાભાઈ હુણ નામના 40 વર્ષના રબારી શખ્સને ઝડપી લેવાયો હતો. આ શખ્સ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.


ઉપરોક્ત શખ્સ સામે પાટણ જિલ્લામાં પ્રોહી. તથા જામનગર જિલ્લામાં પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સ સામે ભાણવડ, જામજોધપુર, મેઘપર પડાણા, રાણાવાવ, ઉદ્યોગનગર, કુતિયાણા સહિતના પોલીસ મથકમાં ડઝન બંધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જે અંતર્ગત પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Exit mobile version