Site icon Gujarat Mirror

રેલનગરમાં મહિલાના ઘરમાં આશરો મેળવનાર મિત્રની 2.46 લાખની ઠગાઇ

ગુજરાત મિરર,રાજકોટ તા. 24શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ મિત્રતા કેળવાતા તે શખ્સ અને તેની પત્નીને પોતાના ઘરમાં આશરો આપ્યો, મહિલાના ભોળપણનો લાભ ઉઠાવી રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂૂ.2.46 લાખની મતા લઇ નાસી ગયા હતા. વધુ વિગતો મુજબ,રેલનગરમાં ગુલમહલર પ્લાઝામાં રહેતા ભૂમિબેન ધવલભાઇ પૂજારા (ઉ.વ.32)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવિન હર્ષદ રાયચુરાનું નામ આપ્યું હતું. ભૂમિબેને ફરિયાદમાં જણાવ્યું કે,છ મહિના પહેલાં ભાવિન રાયચુરા સાથે સોશિયલ મીડિયાથી પરિચય થયો હતો અને મિત્રતા કેળવી હતી.

ત્યારબાદ ભાવીને કહ્યું હતું કે, મેટોડાની કંપનીમાં કામ મળ્યું છે જેથી રાજકોટ આવવાનું છે અને રાજકોટમાં કોઇ ઓળખતું નથી જેથી તમારા ઘરે એકાદ મહિનો રોકાવવું પડશે. ભૂમિબેને મિત્ર ભાવિન અને તેના પત્નીને પોતાના ઘરે ત્રણ મહિના આશરો આપ્યો હતો.ત્યારબાદ ભાવિન પોતાને પગારમાં થોડા દિવસ લાગશે તેમ કહી પૈસા લેતો હતો, અન્ય જગ્યાએ નાણાં રોકાયા છે તેમ કહી ભૂમિબેન, તેના પતિ અને તેના ભાઇ પાસેથી રોકડ પડાવતો ગયો હતો
એટલું જ નહીં ભૂમિબેનની પાસે રહેલા તેના મંગલસૂત્ર સહિત સોનાના દાગીના સાચવવાના બહાને લઇ લીધા હતા અને ત્યારબાદ ભાવિન તેની પત્ની સાથે જતો રહ્યો હતો અને ભૂમિબેનને ફોનમાં સરખો જવાબ પણ દેતો નહોતો.આ બનાવ અંગે પ્ર. નગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભાવિન રાયચુરાની શોધખોળ શરૂૂ કરી હતી.

Exit mobile version