Site icon Gujarat Mirror

દરેડમાં ઊંટગાડીની રેસનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

 

જામનગર નજીક લાલપુર હાઈવે રોડ પર દરેડ પાસે ઊંટગાડીની રેસ કરીને જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોષી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી ને રેસનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને રૂૂપિયા 30 હજારની રોકડ સાથે પકડી પાડ્યા છે. ઉપરાંત અન્ય ચારને ફરારી જાહેર કરાયા છે.

જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પી.આઇ. વીરેન રાઠોડ અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર લાલપુર રોડ પર કેટલાક શખ્સો દ્વારા નજીકના વિસ્તારમાં ઊંટગાડીની રેસ લગાવીને તેના પર જુગાર રમાડાઈ રહ્યો છે, જે બાતમીના આધારે લાલપુર હાઈવે રોડ પર પોલીસે દરોડો પાડ્યો હતો, અને જુગાર રમી રહેલા રમેશ દેવાભાઈ ચાવડા ઉપરાંત ઊંટગાડીવાળા સુલેમાન ઈબ્રાહીમભાઇ સમા, તેમજ લાલો ભાનુશાળી ઉર્ફે લાલજી નરશીભાઈ મંગેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેઓ પાસેથી રૂૂપિયા 30,000 ની રોકડ રકમ કબજે કરાઈ હતી.

પોલીસના દરોડા સમયે આ જુગારમાં જોડાયેલા મહેબૂબ ઈબ્રાહીમ ખફી, અશરફ ખફી, અને અકબર ઉમરભાઈ ખફી પોલીસને જોઈને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ ચલાવાઇ રહી છે.

Exit mobile version