ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

  ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…

 

ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર કારાયેલું શાક અને અન્ય પુરાવા કબજે કરી એફએસએલ માટે મોકલી આપ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર ફોરેસ્ટ ખાતા એ બાતમીના આધારે ભાવનગર એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીની ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા ચાર પરપ્રાંતીય મજૂરો ને દુર્લભ પ્રજાતિના અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યુલ-1માં આવતા કાચબાનું ભોજન માણતા ઝડપી લીધા હતા.

ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ પરિસરમાં રેડ કરતા સ્થળ પરથી કાચબાનું તૈયાર કરાયેલું શાક, કાપકૂટ માટે વપારેયાલ ચપ્પુ સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા છે. ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી પૂછપરછ શરૂૂ ફોરેસ્ટ વિભાગે 4થી 5 જેટલા અલગ અલગ સેમ્પલ એકત્રિત કરી FSLમાં મોકલી આપ્યા છે. ઘટનાને લઈ ફોરેસ્ટ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ ચારેય પરપ્રાંતીયો મજૂરો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફોરેસ્ટ વિભાગ દ્વારા પૂછપરછ શરૂૂ કરવામાં આવી હતી.