ક્રાઇમ
મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર પાડોશી ચાર શખ્સોનો હુમલો
મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર પાડોશી પરિવાર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતી સહિત ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે હુમલાખોર મહિલા સહિત પાંચ શખ્સો સામે પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલા ધર્મનગરમાં રહેતા પંકજ પ્રવીણભાઈ સુરાણી (ઉ.વ.32), પારસ પ્રવીણભાઈ સુરાણી (ઉ.વ.26), હેતલ પંકજભાઈ સુરાણી અને મનીષાબેન પારસભાઈ સુરાણી પોતાના ઘર પાસે હતા. ત્યારે પાડોશમાં રહેતા જગદીશ વ્યાસ, રૂૂપેશ જગદીશ વ્યાસ, અમિત જગદીશ વ્યાસ, કાજલબેન અમિતભાઈ વ્યાસ અને જગદીશભાઈના જમાઈએ જૂની અદાવતનો ખાર રાખી છરી અને ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા પારસ સુરાણી અને તેની પત્ની મનિષાબેન સુરાણીને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યારે પંકજભાઈ સુરાણીને ગંભીર ઇજા પહોંચતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પારસ પ્રવીણભાઈ સુરાણીએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલાખોર મહિલા સહિત પાંચેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.