Site icon Gujarat Mirror

જામનગર બાયપાસ પર કારચાલકે રિક્ષાને ટક્કર મારતા ચાર ઘવાયા

જામનગર નજીક બાયપાસ રોડ પર બેફામ ગતિએ દોડતી કારના ચાલકે સી.એન.જી. રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક અને એક મહિલા સહિતના ત્રણ પેસેન્જર ને નાની મોટી ઈજાઓ પહોંચ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પંચ-બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ તા. 05/04/2026 ના બપોરના લગભગ 12 વાગ્યાના આસપાસ જામનગર બાયપાસ ઠેબા ચોકડી પાસે, આ અકસ્માત બન્યો હતો. આ બનાવમાં સફેદ રંગની ક્લરની જી.જે. 6 પી.એચ.0750 ના ચાલકે પોતાના વાહનને બેફામ ગતિએ, બેફિકરાઇપૂર્વક અને ગફલતભરી રીતે હંકારતા રોડ ક્રોસ કરતી જી.જે. -10 ટી.ઝેડ. 0146 નંબરની સી.એન.જી. રીક્ષા ને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં રીક્ષા ચાલક મોહમદ રફીક બોદુભાઈ નાયક (ઉ.વ. 52, રહે. જામનગર)ને નાકના ભાગે ફ્રેક્ચર, માથાના ભાગે ગંભીર ઈજા, તેમજ જમણા હાથ અને પગમાં છાલછોલ જેવી ઈજાઓ પહોંચી છે. જ્યારે રીક્ષામાં બેઠેલા એક મહિલા સહિતના ત્રણ મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ બનાવ અંગે પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 281, 125(એ)(બી) તેમજ મોટર વાહન કાયદાની કલમ 177, 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે એ.એસ.આઈ. ડી.બી. જોગીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version