Site icon Gujarat Mirror

ભાવનગરમાં ઉછીના આપેલા રૂપિયા પરત માગતા કાકા પર ભત્રીજા સહિત ચારનો હુમલો

ભાવનગર શહેર નજીક આવેલા ફરિયાદકા ગામે નાણાકીય લેવડદેવડના વિવાદમાં લોહીના સંબંધો લજવાયા હોય તેવી ઘટના સામે આવી છે. મજૂરી કામ કરતા એક પ્રૌઢે પોતાના જ કૌટુંબિક ભત્રીજા પાસે અગાઉ ઉછીના આપેલા નાણાં પરત માંગતા, ઉશ્કેરાયેલા ભત્રીજા અને તેના સાળા સહિત ચાર શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કરી પ્રૌઢને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

બનાવની વિગત એવી છે કે ભાવનગર નજીકના ફરિયાદકા ગામના પીપળાવાળા ચોક પાસે રહેતા સંજયભાઈ વજુભાઈ મકવાણા ઉ.વ. 43 સાંજે પોતાની વેગનર કાર (નંબર GJ 07 BN 9024) રિપેર કરાવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમના કૌટુંબિક ભત્રીજા ભૌતિક પપ્પુભાઈ મકવાણાએ ફોન કરી તેમને નવાગામ મોગલ માતાના મંદિર પાસે ઉભા રાખ્યા હતા. સંજયભાઈ ત્યાં પહોંચતા જ ભૌતિક, તેનો સાળો અશ્વિન મનસુખભાઈ અને મોઢે રૂૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ પર ધસી આવ્યા હતા.

સંજયભાઈએ અગાઉ ભૌતિકને ઉછીના આપેલા રૂૂ. 40,000 પરત માંગતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો શરૂૂ કર્યો હતો, જેમાં સંજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલાખોરોએ રસ્તા પર જ આતંક મચાવી કારના તમામ કાચ ફોડી નાખી અંદાજે રૂૂ. 7,000નું નુકસાન કર્યું હતું.

ઘાયલ પ્રૌઢને તાત્કાલિક વરતેજ ઈઇંઈ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જતી વખતે આરોપીઓએ ધમકી આપી હતી કે, “જો હવે પૈસા માંગીશ તો જાનથી મારી નાખીશું.” હાલ વરતેજ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Exit mobile version