ભાવનગરમાં ચાર બુટલેગરોને પાસામાં ધકેલાયા

ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઈંગ્લિશ દારૂૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીનો…

ભાવનગર શહેરમાં રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા કલેક્ટરે ઈંગ્લિશ દારૂૂના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા ચાર બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહીનો હુકમ કર્યો છે.
શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ભરતનગર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપતાં સુનિલ રામજીભાઈ મકવાણા, ભાવેશ ઉર્ફે મઘો મનજીભાઈ સોલંકી, રોહિત જગાભાઈ જંમોડ તથા નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઈ બારોટને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

ગાંજા સાથે ઝડપાયો
ભાવનગરમાં વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.પહેરીયા તથા પોલીસ સ્ટાફ એ ચેકિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી વિકીભાઈ ઉર્ફે ’જોકર’ સંજયભાઈ મકવાણા (ઉંમર વર્ષ 21, રહે. ઇન્દીરાનગર, રામાપીરના મંદિર વાળો ખાંચો, ભાવનગર) નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી 212 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂૂપિયા 10,600 આંકવામાં આવી છે.

આ ઉપરાંત, આરોપી પાસેથી રૂૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ અને રૂૂપિયા 10,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 40,600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે પકડાયેલા આરોપી વિકીભાઈ ઉર્ફે જોકર સામે એન.ડી.પી.એસ. (ગઉઙજ) એક્ટની જોગવાઈ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કર્યો છે. આ કેસમાં અન્ય એક આરોપી દિલીપભાઈ સોલંકી (રહે. રામનગર, શિહોર) ને પકડવાનો હજુ બાકી છે, જેને શોધવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.