Site icon Gujarat Mirror

લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા

10 હજારનો મુદ્દામાલ જપ્ત

મોરબી રોડ લાતી પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી રૂા.10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વુધ વિગતો અનુસાર, લાતી પ્લોટમાં જામનગર ટ્રાન્સ્પોર્ટની સામે ખુલા પ્લોટમાં જુગાર રમતા જયદિપ ગાંડુ ગમારા, શામજી દલુરામ રાઠોડ, જીતેન્દ્રભાઇ કમાભાઇ ચુડસમા અને દેવજી પાલાભાઇ જાદવને પકડી તેની પાસેથી રોકડ રૂા.10 હજાર કબજે કરી હતી. જયારે નાનામવા મેઇન રોડ રાજનગર ચોક પાસે જાહેરમાં વર્લીનો જુગાર રમતો મહિપત વલકુભાઇ બસીયા (ઉ.વ.34)ને માલવીયા પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રોકડ જપ્ત કરી હતી.

Exit mobile version