જેતપુરમાં આઇપીએલની ફાઈનલમાં ચીઠ્ઠી બનાવી ક્રિકેટ સટ્ટો રમતા ચાર ઝડપાયા

જેતપુરની સીમમાં આઇપીએલ ફાઈનલમાં ચીઠ્ઠી લાળી ક્રિકેટ સટ્ટો રમતાં ચાર શખ્સોને તાલુકા પોલીસે ઝડપી રૂૂ.3.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડાની વિગત મુજબ, જેતપુર તાલુકા…

જેતપુરની સીમમાં આઇપીએલ ફાઈનલમાં ચીઠ્ઠી લાળી ક્રિકેટ સટ્ટો રમતાં ચાર શખ્સોને તાલુકા પોલીસે ઝડપી રૂૂ.3.27 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની વિગત મુજબ, જેતપુર તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલા અને હાર્દિકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન જેતપુરના ખેડૂત શૈલેષભાઈ ઉસદડીયાની ખીરસરા રોડે ગાલોલીયા નદીના પુલ પાસે આવેલ વાડીએ શેઢા પાસે જાહેરમાં અમુક શખ્સો હાલમાં ચાલી રહેલ આઈપીએલ સિરીઝની ગુજરાત અને બેંગલુરૂૂ વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રાત્રીના રમાવાનો હોય જે મેચમાં આંક આધારે હાર જીતનો ચીઠીમાં ખેલાડીઓના ક્રમ લખી શરત લગાડી જુગાર રમે છે જે બાતમીના આધારે દરોડો પાડી વાડીના શેઢા પાસે ચાર શખ્સો ખાટલા પર બેસેલ જોવામા આવેલ જેને અટકમાં લઈ નામ પૂછતા પોતાનુ નામ શૈલેષ લાઘા ઉસદડીયા (ઉ.વ.53, રહે.દેસાઈ વાડી, શાકમાર્કેટ રોડ, જેતપુર), રોહિત રતીલાલ શેખડા (ઉ.વ.44, રહે.દેસાઇ વાડી, જેતપુર), ધીરૂૂ બચુ દોંગા (ઉ.વ.51, રહે.અમરનગર રોડ, જેતપુર) અને જીતુ આલીક હુદડ (ઉ.વ.50, રહે.જનતાનગર, જેતપુર) હોવાનુ થોથરાતી જણાવેલ હતું.

તેમજ ચારેય શખ્સો દારૂૂ પીધેલ હાલતમા જણાઇ આવેલ અને પોતાના શરીરનુ સમતોલન પણુ જાળવી શકતા ન હતાં.પોલીસે લ તમામની અંગ ઝડતી કરતા ખીસ્સામા રહેલ પાકીટ જોતા ચિઠ્ઠીમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર માટેના આંકડા લખેલ જોવા મળતાં રોકડ રૂૂ.7770, ઇનોવા કાર અને બાઈક મળી કુલ રૂૂ.3.27 લાખનો મુદામાલ જપ્ત કરી ચારેય શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.