ગુજરાત યુનિ.ના ખર્ચે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિદેશમાં લિપસ્ટિક-કપડા ખરીદયા

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની જાહોજલાલીનો એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ અને દીકરાના ખાતામાં પોણા દસ લાખ ટ્રાન્સફર કરવા…

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાની જાહોજલાલીનો એક ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ભરતી કૌભાંડ, સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ અને દીકરાના ખાતામાં પોણા દસ લાખ ટ્રાન્સફર કરવા જેવા ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા નીરજા ગુપ્તાની વિદેશ યાત્રાને લઇને ચોંકાવનારા પુરાવા જાહેર થયા છે.

પોતાની વિદેશ યાત્રા દરમિયાન પોતાના અંગત વપરાશની લિપસ્ટિક, આઈલાઈનર, બ્રાન્ડેડ કપડાં અને બ્યુટી પ્રોડક્ટ્સ નીરજા ગુપ્તાએ ખરીદી કરી અને એ પણ સરકારી રૂૂપિયે. બ્રાંડેડ સ્ટોરમાંથી કરાયેલી હજારો રૂૂપિયાની ખરીદીના બિલ યુનિવર્સિટીના ફંડમાંથી કઈ રીતે પાસ કરાવી લેવાયા? નીરજા ગુપ્તા એપ્રિલ 2024માં અમેરિકાના ન્યૂ જર્સીના પ્રવાસે ગયા હતા.ન્યૂ જર્સીમાં ગોપીઓ કોમ્યુનિટી એવોર્ડ ફંક્શન હતું. આ કાર્યક્રમ 26થી 28 એપ્રિલ દરમિયાન રોયલ એલ્બર્ટ પેલેસ ખાતે યોજાયો હતો, જ્યાં તેમને ગુયાનાના પૂર્વ રાષ્ટ્રપતિ સેમ્યુઅલ હિન્ડ્સના હસ્તે ’આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીરજા ગુપ્તા 23 એપ્રિલ, 2024ના રોજ અમદાવાદથી દુબઈ થઈને અમેરિકા જવા રવાના થયા હતા. દુબઈ એરપોર્ટ પર તેમનો હોલ્ટ હતો. દુબઈમાં તેમણે ડ્યુટી-ફ્રી સ્ટોરમાંથી અંગત વપરાશ માટે બ્યુટી પ્રોડક્ટ્સની ખરીદી કરી હતી.

26 એપ્રિલ 2024ના રોજ ન્યૂ જર્સીમાં હાજર નીરજા ગુપ્તાએ જાણીતા સેફોરા અને ઝારાના સ્ટોરમાંથી કપડાં તથા ફરી એકવાર બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદ્યા હતા. વિદેશ પ્રવાસ દરમિયાન કોઈ વ્યક્તિ અંગત વસ્તુની ખરીદી કરે એમાં વિવાદ ન હોઈ શકે. પરંતુ ડો.નીરજા ગુપ્તા સમૃદ્ધ શૈક્ષણિક અને નૈતિક ઇતિહાસ ધરાવતી ગુજરાત યુનિવર્સિટીના એ સમયે કુલપતિ હતા.નીરજા ગુપ્તાએ પોતાની એક જ અમેરિકા ટૂર દરમિયાન કુલ 386.98 ઞજ ડોલર (ભારતીય ચલણ મુજબ આશરે 33,300 રૂૂપિયા)ની અંગત ખરીદી કરી હતી.
સરકારી કે યુનિવર્સિટીના ફંડમાંથી અંગત વપરાશની વસ્તુઓ ખરીદવાના આ ગંભીર મુદ્દે હવે નીરજા ગુપ્તાની મુશ્કેલી વધી શકે છે.