વાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલો

વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સહિત બે શખ્સોએ ડોક્ટરને ગાળોભાંડી હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ઘટનાથી તબીબો અને હોસ્પિટલના…

વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સહિત બે શખ્સોએ ડોક્ટરને ગાળોભાંડી હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ઘટનાથી તબીબો અને હોસ્પિટલના સ્ટાફમાં ભારે રોષની લાગણી જન્મી છે.

વાંકાનેરના પલાસડી ગામે રહેતા અને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવતા મોહમ્મદ અબ્દુલ રહીમ વકાલીયા (24)એ પોલીસ સ્ટેશન ખાતે અમિત સેજપાલ અને એક અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે સાંજના સાત એક વાગ્યે અમૃતલાલ મણિશંકર ઠાકર નામના દર્દી તાવની સારવાર માટે થઈને તેઓની પાસે આવ્યા હતા જેથી તેઓની સારવાર ચાલી રહી હતી અને દર્દીએ અગાઉ કરાવેલ રિપોર્ટ તેઓએ બતાવ્યા હતા જેમાં તે કેન્સરના પેશન્ટ હોવાનું જણાવ્યું હતું જેથી તેઓની સ્થિતિ ગંભીર જણાતા તેમને એમડી ડોક્ટર પાસે સારવાર કરાવી જરૂૂરી હતી જો કે, વાંકાનેર સિવિલમાં એમડી ડોક્ટર ન હોય તેઓને રાજકોટ, મોરબી કે ખાનગી કોઈપણ જગ્યાએ તેઓને જવું હોય તો રીફર કરી આપવા માટેની સલાહ તેઓને આપી હતી અને તે પેશન્ટની સાથે આવેલા તેના સાગા દ્વારા દર્દીને દાખલ કરવા માટે થઈને રકજાક કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી તેઓ જતા રહ્યા હતા.
ત્યાર બાદ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ઓપીડીમાં બેઠેલ હતા ત્યારે અમિત સેજપાલ મળવા માટે આવેલ જેથી તેઓ ઓપીડીમાંથી બહાર લોબીમાં ગયા હતા ત્યારે બે વ્યક્તિ ત્યાં હાજર હતા અને ફરિયાદીને નોકરી ઉપર છો અત્યારે, કેટલા વર્ષ થયા તારે, તારી જેટલી ઉંમર છે એના કરતાં વધારે મારે અહીંનો અનુભવ છે તો ટ્રીટમેન્ટ કેમ નથી આપતો પેશન્ટને ખોટા એમડી ડોક્ટરના બહાના કાઢી પેશન્ટને મોકલી આપે છે તેમ કહ્યું હતું.

ત્યારબાદ બંને શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા અને ધમકી આપી હતી અને તારે અહીં નોકરી કરવાની છે ને હું તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી અને ફરિયાદી તેમની સાથે વધારે બોલાચાલી ન થાય તે માટે ઓપિડીમાં જતાં હતા ત્યારે અમિત સેજપાલે તેઓની ઉપર હુમલો કર્યો હતો અને ફરિયાદીને ગરદનના ભાગે પાછળ થપાટ મારી હતી ત્યારે હોસ્પિટલના સ્ટાફે વચ્ચે આવીને છોડાવ્યા હતા ત્યાર બાદ અમિત સેજપાલ અને તેની સાથે આવેલ માણસ ત્યાંથી જતા રહ્યા હતા જો કે, સેજપાલની સાથે આવેલ માણસે ફરિયાદીને જતા જતા કહ્યું હતું કે હું તને જોઈ લઈશ તેમ ધમકી આપી હતી જેથી ડોક્ટરે નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.