Site icon Gujarat Mirror

પૂર્વ મેયર પ્રદીપ ડવના પી.એ.ના પિતાએ ચાલુ બસે ઝેરી દવા પી લીધી

રાજકોટના પૂર્વ મેયર પ્રદિપ ડવના પીએના પિતાએ ચાલુ બસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરતથી રાજકોટ પુત્રના ઘરે પહોંચે તે પહેલા જ બસમા ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયા છે.

જાણવા મળતી વિગત મુજબ સુરત રહેતા લિનેશભાઇ કિશોરભાઇ ગજજર (ઉ.વ. પર) નામના પ્રૌઢ રાજકોટમા રહેતા તેના પુત્ર જયના ઘરે આંટો મારવા આવતા હતા. દરમિયાન રાજકોટમા પુનીતનગર પાસે વાવડી પોલીસ ચોકી સામે ચાલુ બસમા જ ઝેરી દવા પી લીધી હતી. જેથી બસ ચાલકે પ્રૌઢના પુત્રને જાણ કરતા પુત્ર જય દોડી ગયો હતો.
અને પિતાને ગંભીર હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમા લિનેશભાઇનો પુત્ર રાજકોટના પૂર્વ મેયર પ્રદિપ ડવનો પીએ હતો. પુત્રના ઘરે પહોંચે તે પહેલા જ તેમણે આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી છે. જો કે આ પગલુ તેમણે શા માટે ભરી લીધુ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version