Site icon Gujarat Mirror

લિબિયાના પૂર્વ શાસક ગદ્ાફીના પુત્રની ગોળી ધરબી હત્યા

ઝિંટન જૂથના કબજામાં હોવા છતાં હત્યા થતા ભારે ખળભળાટ

ગઈકાલે લિબિયાના ઝિંટન શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ-ઇસ્લામ ગદ્દાફીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે સમગ્ર આરબ જગતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ મચી ગયો છે. વર્ષો સુધી લિબિયાના રાજકારણમાં સક્રિય રહેલા અને પિતાના શાસનકાળ દરમિયાન ઉત્તરાધિકારી માનવામાં આવતા સૈફ અલ-ઇસ્લામ લાંબા સમયથી ઝિંટન જૂથના કબજામાં અથવા તેમની સુરક્ષા હેઠળ હતા, પરંતુ અચાનક થયેલા આ હુમલાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અજ્ઞાત હુમલાખોરોએ આ ઓપરેશનને અંજામ આપ્યો હતો, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. આ ઘટના બાદ લિબિયાના અસ્થિર રાજકીય માહોલમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠવાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે સૈફ અલ-ઇસ્લામ હજુ પણ દેશના અમુક હિસ્સાઓમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા હતા. આંતરરાષ્ટ્રીય વિશ્ર્લેષકો માની રહ્યા છે કે આ હત્યા પાછળ સત્તા સંઘર્ષ અથવા જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે, જેની સીધી અસર આગામી સમયમાં લિબિયાની શાંતિ પ્રક્રિયા પર પડી શકે છે.

Exit mobile version