ગુજરાત
ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક અમદાવાદના ડાયરેક્ટર તરીકે પૂર્વે કેબિનેટ મંત્રી બારડ બિનહરીફ
ગુજરાત સ્ટેટ કો .ઓપરેટિવે બઁક અમદાવાદ ના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે સુત્રાપાડાના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની બિન હરીફ વરણી થયેલ છે.
આજરોજ જુનાગઢ જિલ્લા સહકારી બઁક ની બોર્ડ ઓફ ડાયરેક્ટરો ની બેઠક જુનાગઢ જિલ્લા ડેપ્યુટી ક્લેકટર ના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ જુનાગઢ માં મળેલ જેમાં જુનાગઢ જિલ્લા સહકારી બઁક ના ચેરમેન કિરીટભાઈ પટેલ, વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટી અને જિલ્લા ના બઁક ના ડાયરેક્ટરો હાજર રહ્યા હતા. જુનાગઢ જિલ્લા બઁક ના ચેરમેન કિરીટભાઇ પટેલ દ્રારા રજૂ કરેલ દરખાસ્ત મુજબ જુનાગઢ જિલ્લા બઁક ડાયરેક્ટરો માથી ગુજરાત સ્ટેટ કો .ઓપરેટિવર બઁક ના ડાયરેક્ટર તરીકે સિનિયર ડાયરેક્ટર અને ગુજરાત રાજય ના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ નું નામ દરખાસ્ત કરતાં બઁક ના વાઇસ ચેરમેન મનુભાઈ ખૂંટી દ્રારા ટેકો આપતા હાજર તમામ ડાયરેક્ટરો દ્રારા સંમતિ મળતા અને બીજું કોઈ નામ ના આવતા મામલતદાર જુનાગઢ દ્રારા જશાભાઈ બારડ ને બિન હરીફ જાહેર કરવામાં આવેલ છે. જશાભાઈ બારડ સહકારી ક્ષેત્ર ના પીઢ નેતા માનવામાં આવે છે તેઓ 1980 થી જુનાગઢ જિલ્લા સહકારી બઁક ના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે તેઓ ત્રણ ટર્મ બઁક ના ચેરમેન પણ રહી ચૂક્યા છે , ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવે બઁક અમદાવાદ ના બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે લાંબા સમય થી કાર્યરત છે.
ગુજરાત સરકાર ના પૂર્વ કેબિનેટ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે આવા અનુભવી નેતા ની ફરી વખત વરણી થતાં સમગ્ર વિસ્તાર માં આનંદની લાગણી પ્રસરી છે , હાજર તમામ બઁક ના ડાયરેક્ટરો દ્રારા જશાભાઈ બારડ ને આવકારેલ હતા. આ તકે બઁક ના ચેરમેન કિરીટભાઇ પટેલ ,વાઇસ ચેરમેન મનુભાઈ ખૂટી, ઝવેરીભાઈ ઠકરાર, દિનેશભાઇ ખટાંરિયા, શૈલેન્દ્રસિંહ રાઠોડ, દિલીપભાઇ ઝાલા, જેસીગભાઈ મોરિ, જેઠાંભાઈ પાનેરા, પુંજાભાઈ બોદર, ભૂપતભાઈ હિરપરા, ભાવેશભાઈ વોરા, ડો.આંબલીયા, હિતેન્દ્રભાઈ રાજાણી , વજુભાઈ મોવાણીયા , ડોલિબેન અજમેરા ,ગીતાબેન મહેતા તેમજ બઁક ના સી.ઇ.ઑ. રૂૂપપરા સહિત ના ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદી માં જણાવેલ છે.