પડધરીના બુટલેગરના ઘરે પોલીસે દરોડો પાડી રૂૂ.4.62 લાખ રૂૂપિયાનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરના ઘરેથી વિદેશી દારૂૂ અને વાહનો મળી કુલ રૂૂ.15.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.મળતી માહિતી મુજબ પડધરી ગામના વાલજી પાર્ક વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સ્કૂલની બાજુમાં રાજદિપસિંહ વિજયસિંહ ચૌહાણના મકાનમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં રાજદિપસિંહ વિજયસિંહ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામનો વતની છે અને હાલ પડધરીના વાલજીભાઈ પાર્કમાં મકાનમાં રહીને પ્રાઇવેટ નોકરીની આડમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતો હતો. પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દરોડા દરમિયાન મકાન તેમજ ત્યાં પડેલા વાહનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂૂની કુલ 1342 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂૂ.4,62,600 થાય છે. દારૂૂના આ જથ્થાની હેરાફેરી અને વેચાણ માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ પોલીસે જપ્ત કર્યા છે, જેમાં એક એક્ટિવા સ્કૂટર જી.જે.03.એન. એમ.2406 અને સ્કોર્પિયો નં. જી.જે.12. ડી.એસ.1678 મળી કુલ રૂૂ.15,42,600 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.આ સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પડધરી પીએસઆઈ એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ આ દારૂૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે બહારના બુટલેગરો સામેલ છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
