Site icon Gujarat Mirror

138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર ઓસ્ટ્રેલિયા સ્પિનર વગર રમશે

 

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ માટે તેની ટીમમાં કોઈપણ નિષ્ણાત સ્પિનરનો સમાવેશ કર્યો નથી. 138 વર્ષમાં આવું પહેલી વાર બન્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ સિડની ગ્રાઉન્ડ પર સ્પિનર વિના ટેસ્ટ મેચ રમી છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટીમ પસંદગીના નિર્ણય અંગે સમજાવતા કહ્યું કે, તેને આ પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટરને ટીમમાં જોડવામાં આવ્યો હતો, જ્યારે ઓફ સ્પિનર ટોડ મુર્ફીને બહાર રાખવામાં આવ્યો હતો. પિચની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સ્મિથે કહ્યું, મને સ્પિનર વિના રમવાનું પસંદ નથી પરંતુ જો પિચ એવી રીતે તૈયાર કરવામાં આવી રહી હોય કે, જ્યાં સ્પિનર્સ માટે કોઈ મદદ ન હોય અને ફક્ત સીમ તેમજ તિરાડો જ ભૂમિકા ભજવે, તો કેપ્ટન પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. સિરીઝની પહેલી ચાર ટેસ્ટના આંકડા દર્શાવે છે કે, સ્પિનરો માટે પરિસ્થિતિ કેટલી પડકારજનક રહી છે. અત્યાર સુધીમાં સ્પિનરો મળીને માત્ર 9 વિકેટ જ લઈ શક્યા છે. મેલબોર્નમાં રમાયેલ ચોથી ટેસ્ટ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી,

જ્યાં ઝડપી બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. કેપ્ટન સ્મિથે વધુમાં કહ્યું કે, જ્યારે પિચ સ્પિનરોને મદદ કરતી નથી, ત્યારે તેઓ ઝડપથી રન લીક કરી શકે છે. સ્મિથે એ પણ કહ્યું કે, મેચમાં સ્પિનરોની ભૂમિકા મહત્ત્વની હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સ્પિનર્સ સાથે બોલિંગ કરાવવી એનું કોઈ ખાસ કારણ નજરે પડતું નથી.

Exit mobile version