Site icon Gujarat Mirror

પુરુષોની મેન્ટલ હેલ્થ માટે જાગૃતિ ફેલાવવા 710 કિ.મી.ની પગપાળા પાત્રા

’વોકિંગ સિંહ’ તરીકે જાણીતા બનેલા ભારતીય મૂળના ગુરમીત સિંહ સિધુ હમણાં યુરોપમાં છવાયેલા છે. ગયા વર્ષે તેઓ 5.8 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને ’ગોઇંગ ધ ડિસ્ટન્સ’ કેટેગરીમાં મૂવેમ્બર યુકે અને યુરોપ અવોર્ડ 2025 જીત્યા હતા. અત્યારે પુરુષોના મેન્ટલ હેલ્થ માટે અને પુરુષોમાં આત્મહત્યાના વધતા પ્રમાણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમણે 710 કિલોમીટરનો પ્રવાસ પગપાળા કરવાની ચેલેન્જ પૂરી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ’વિશ્વભરમાં દર કલાકે આત્મહત્યામાં 60 પુરુષો મૃત્યુ પામે છે એટલે કે દર મિનિટે એક પુરુષ સુસાઇડ કરી રહ્યો છે. આ આંકડાને પ્રતીક તરીકે દર્શાવવા માટે મૂળ ટાર્ગેટ તો 600 કિલોમીટરનો હતો, પણ 710 કિલોમીટરનો પ્રવાસ પૂરો કરીને અમે 3000 યુરોની ચેરિટી ભેગી કરી છે.’ યુરોપના આ વોકિંગ સિંહે 30 દિવસમાં 30 લાંબા રૂૂટ પૂરા કરીને 710 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કર્યું હતું. દરરોજ સરેરાશ 24 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. સાથોસાથ તેમણે સ્કૂલમાં ભણાવવાનું કામ તો ચાલુ જ રાખ્યું હતું. ઘણી વાર રાતે ત્રણ વાગ્યે તેઓ દિવસ શરૂૂ કરતા તો ઘણી વાર રાતે ત્રણ વાગ્યે દિવસ પૂરો થતો. ઘૂંટણ દુખવા લાગ્યાં, પગ છોલાઈ ગયા; ઠંડી, થાક, વરસાદ બધું સહન કરી લીધું પણ તેમણે ટાર્ગેટ પરથી નજર હટવા નહોતી દીધી.

Exit mobile version