જૈન સ્વીટ્સ પર ફૂડ વિભાગનો દરોડો: 31 કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ

સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની…

સત્ય સાંઈ રોડ ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી પ્રોડક્ટ મળી આવી , 32 કિલો જથ્થાનો સ્થળ પર નાશ: 20 ધંધાર્થીઓની ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના ફૂડ વિભાગ દ્વારા સર્વને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે નગર મેઇન રોડ 150 ફૂટ રીંગ રોડ મુકામે આવેલી જૈન સ્વીટ્સ એન્ડ નમકીનની પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફ્રીજમાં સંગ્રહ કરેલ ફરસાણ બનાવવા માટેનો વાસી લોટ, પડતર વાસી સમોસા, સમોસામાં વાપરવામાં આવતો પડતર મસાલો, કાપેલા પપૈયા સહિત અન્ય ચીજ વસ્તુઓ કે જે ગંદકી વાળી જગ્યાએ રાખવામાં આવી હતી તે મળી કુલ 31 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.

તો ઇસ તરફ ફૂડ વિભાગ દ્વારા સત્ય શહેરો ઉપર આવેલા રાધે ડેરી એન્ડ સ્વીટ પેઢીની તપાસ કરતાં વેચાણ માટે ડિસ્પ્લે પર રાખેલા નાનખટાઇ, ટોસ્ટ, ખારી સિંગ, ભાખરી, ચકરી, ખાખરા અને ફરસાણના પેકિંગના લેબલ તપાસતા તમામ પેકિંગ પર એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાનું માલુમ પડ્યું. ત્યારે અહીં એક્સપાયરી પાયલ 32 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને હાઈજિનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. ગઈકાલે પૂર્વ વિભાગ દ્વારા શહેરના અનેકવિધ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આજીડેમ, માંડા ડુંગર સહિત અનેક વિસ્તારોમાં કુલ 20 થી વધુ સ્થળો પર ચકાસણી કરવામાં આવી હતી જેમાં આઠ ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તો 12 જેટલા નંબરની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.

મિલન ખમણ, શક્તિ કૃપા ફરસાણ, દ્વારકેશ ગાંઠિયા, ચામુંડા પ્રોવિઝન સ્ટોર, ચામુંડા ફરસાણ, જય ભોલે કેરી રસ, ગણેશ મેડીકલ તથા બાલાજી ખમણને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તો એવરી ડે સુપર માર્કેટ, રોનક ચાઈનીઝ અને પંજાબી, રાધે ડેરી ફાર્મ, ગુનગુન પાણીપુરી, ખોડીયાર સોડા શોપ, ધાર્મિ મેડિસિન્સ, સીતારામ સેલ્સ, કૃપા જનરલ સ્ટોર, બાલાજી ફરસાણ, ગોપાલ જનરલ સ્ટોર, માલધારી ડેરી ફાર્મ અને ખોડીયાર પાનની ચકાસણી કરવામાં આવી હતી.

દર વખતની જેમ આ વખતે પણ હાલ પૂર વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર ચકાસણી હાથ ધરવામાં આવી પરંતુ મહત્વની બાબત એ છે કે જે લેબોરેટરીમાં તપાસ અર્થે નમુના મોકલવામાં આવતો હોય છે તેનો રિપોર્ટ આશરે વર્ષ બે વર્ષ જેટલો માતબર સમય લાગે છે અને પરિણામ સ્વરૂૂપે જે દંડાત્મક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવવા જોઈએ તે લઈ શકાતા નથી . ભાંગે આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂૂરી છે મળતી માહિતી મુજબ હાલ ઉનાળાની સિઝનમાં વિક્રેતાઓ દ્વારા અખાદ્ય જથ્થાનું વેચાણ કરવામાં આવતું હોય છે જેના પર અંકુશ લાદવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલેન્સ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ યથાવત ચાલુ રાખવામાં આવશે.