Site icon Gujarat Mirror

ફૂડ વિભાગે આળસ ખંખેરી, 8 સ્થળેથી ચીકીના નમૂના લેવાયા

ખાણીપીણીના 19 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 6ને લાયસન્સ અંગે અપાઇ નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા અંતે શિાયાળામાં સૌથી વધુ ખવાતી ચિક્કીના નમૂના લેવાનો પ્રારંભ કરી આજરોજ સદર બજારમાં ઓમ સીઝન સ્ટોર, સંગમ વેરાયટી અને ભાવના ફૂડમાંથી અલગ અલગ પ્રકારની ચિક્કીના નમૂના લઇ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ શહેરના પ્રેમ મંદિર તથા કિડની હોસ્પિટલની પાછળ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ તેમજ ખાધ્યચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા આજરોજ (01)ચામુંડા મેગી સેન્ટર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બાલાજી છોલે ભટુરે- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)સ્વાતિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ક્રિષ્ના સ્નેક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)રાધે જ્યુસ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)દીલખુશ પાણીપુરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (07)બાલાજી દાળ પકવાન (08)ચામુંડા અમેરિકન મકાઇ (09)ચામુંડા લચ્છી (10)ઝેનીશ ખીચું (11)શિવ છોલે કુલ્ચા (12)બાલાજી નાસ્તા ગૃહ (13)ક્રિષ્ના છોલે ભટુરે (14)રજનીકાન્ત દાળ પકવાન (15)મહાદેવ પૂરી શાક (16)શિવાંશ પાણીપુરી (17)બાલાજી પાણીપૂરી (18)રાધે ક્રિષ્ના દાળ પકવાન (19)રજનીકાન્ત મદ્રાસ કાફેની ચકાસણી કરવામાં આવેલ હતી.

નમૂનાની કામગીરી દરમિયાન ગોળ શીંગ ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી સ્ટોર્સ, શીંગ માવા ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી સ્ટોર્સ, રોઝ પેટલ- શીંગ ચીકી (લૂઝ): સ્થળ- સંગમ વેરાઇટી, દાળિયાની ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી, સીંગની ચીકી (લુઝ): સ્થળ- ઓમ સિઝન સ્ટોર, તલનું કચરિયું (લુઝ): સ્થળ- ઓમ સિઝન સ્ટોર, સીંગની ચીકી (લુઝ): સ્થળ- ભાવના ફૂડ્સ, તલની ચીકી (લુઝ): સ્થળ- ભાવના ફૂડ્સ, લખાજીરાજ ઉદ્યોગનગર-06, ચુનારાવાડ ચોક, રાજકોટ સહિતના સ્થળેથી નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા.

Exit mobile version