ગુજરાત

દ્વારકાધીશ જગત મંદિરે ગૃહમંત્રીના જન્મ દિવસે સાંસદ નથવાણી દ્વારા ધ્વજારોહણ

Published

on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજરોજ જન્મદિન હોય તેમના પરમમિત્ર અને સાંસદ પરિમલ નથવાણી તરફથી આજરોજ દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ મધ્યાહન સમયે હાલારના પરિમલ નથવાણી પરિવાર દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિન નિમિત્તે તેમના સારા સ્વાસ્થ્યની કામના સાથે જગતમંદિરે ધ્વજાજીનું નૂતન આરોહણ કરવામાં આવ્યું હતું. આ પહેલા આજે સવારે શારદાપીઠ ખાતે ગુરૂૂગાદી પર ધ્વજાજીનું શાસ્ત્રોકત પઠન કરી ધ્વજાજીનું વિધિવિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું. અને બાદમાં જગતમંદિરે ધ્વજાજીનું નુતન આરોહણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version