ભેસાણના ચુડા ગામે બેલુ માથે પડતા પાંચ વર્ષની બાળકીનું મોત

ભેસાણના ચુડા ગામે રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે અકસ્માતે બેલું માથે પડતા માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. ચાલુ સારવાર દરમિયાન બાળકીનું…

ભેસાણના ચુડા ગામે રહેતા પરિવારની પાંચ વર્ષની બાળકી રમતી હતી ત્યારે અકસ્માતે બેલું માથે પડતા માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. ચાલુ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભેસાણ તાલુકાના ચુડા ગામે રહેતા પરિવારની પ્રિયંકાબેન મયુરગીરી ગોસ્વામી નામની પાંચ વર્ષની માસુમ બાળકી સાંજના છએક વાગ્યાના અરસામાં ઘર પાસે રમતી હતી ત્યારે અકસ્માતે બેલું માથે પડતા માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી.

બાળકીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બાળકી બે બહેનમાં નાની હતી અને બાલમંદિરમાં અભ્યાસ કરે છે. માસુમ બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે અકસ્માતે બેલું માથે પડતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભેસાણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.