Site icon Gujarat Mirror

તાલાલા પંથકના ખેડૂતને ઈલે.શોર્ટથી લાગેલ આગના 22.30 લાખ વળતર સામે PGVCLની અપીલ ફગાવતી કોર્ટ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામ ના ખેડુત ને ઈલે.શોટમાં આગ લાગતાં ખેતરમાં ઉભેલ નાળીયેરી તથા શેરડીના પાક બળી જવા પામેલ હતો અને મોટી નુકશાની થવા પામેલ હતી. આ નુકશાની મળવા માટે પી.જી.વી.સી.એલ કંપની સામે વકીલ યોગેશભાઇ એલ જોટવા મારફત વેરાવળમાં એડીશનલ સીનીયર સીવીલ કોર્ટમાં વળતર મળવા દાવો કરેલ જે મંજુર થતાં રૂૂા.રર.30 લાખ નું વળતર ખેડુતને મળેલ છે. પીજીવીસીએલ એ સદર દાવા સામે વેરાવળની ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી.

આ અંગે વકીલ યોગેશભાઇ એલ જોટવા એ વિગતો આપતા જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગામના ખેડુત ભરતભાઈ ભરગા તથા મહેન્દ્રભાઈ ભરગા ની જમીનના શેઢે પીવીજીસીએલ કંપનીનું ટ્રાન્સફોર્મ આવેલ જેમાં ગત તા.11/ર/20રર ના ફોલ્ટ થતાં ઈલે. શોટ થતાં ખેતરમાં આગ લાગેલ હતી અને આાશરે પાંચ વીધામાં નાળીયેરી તથા શેરડી નો ઉભો પાક બળી જવા પામેલ હતો જેથી ખેડુતને આર્થીક નુકશાની જવા પામેલ હતી જેની સામે પીજીવીસીએલ ને રજુઆત કરતાં પીજીવીસીએલ તરફ થી કોઈ વળતર અપાયેલ ન હતું જેથી આંબળાશ ગામના ખેડુતે અંતે નુકશાન વળતર મળવા વેરાવળ એડીશનલ સીનીયર સીવીલ જજ સમક્ષ એડવોકેટ યોગેશ એલ.જોટવા, મારફત દાવો કરેલ હતો જે કેસ ચાલી જતાં નુકશાની તથા ખર્ચ વિગેરે અંગે તમામ લેખીત તથા મૈાખીક પુરાવાઓ રજુ કરેલ અને એડવોકેટની દલીલ સાંભળી કેસમાં અરજદાર ખેડુત ને રકમ રૂૂા.રર,30,000 નું વળતર અપાવેલ જે સામે પીજીવીસીએલ કંપની એ ગીર સોમનાથ ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ કરેલ જે અપીલ પણ ચાલી જતાં અપીલ કોર્ટે ડીસમીસ કરતાં વળતરનો હુકમ કાયમ રહેવા પામેલ હતો અને આમ લાંબી કાયદાકીય લડત બાદ આંબળાશ ગામના ખેડુત ને ન્યાય મળેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Exit mobile version