ક્રાઇમ
ઝીંઝુવાડાની જુગાર ક્લબના સંચાલક સાથે સાઠગાંઠ ધરાવતા પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જૂગાર ક્લબ ઉપર પાડેલા દરોડા બાદ જુગાર ક્લબના સંચાલક સાથે પોલીસની સંડોવણી ખુલતા આ મામલે પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાટડીના વડગામ પાસે ગત 22 સપ્ટેમ્બરના રોજ જુગારક્લબ ઉપર દરોડામાં 10 જુગારીઓ રૂૂ. 4.79 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રોકડા રૂૂ. 1,41,460 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ત્યારે આ કેસમાં વધુ તપાસ કરતા પોલીસકર્મીઓની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના દરોડા બાદ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે.
જેમાં શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને સંજય વલાણીની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઝીંઝુવાડા પાસે વડગામ ગામે ધમધમતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. જેમાં કોન્સ્ટેબલ સુરેશ વાઢેર, કોન્સ્ટેબલ શૈલેષ કઠેવાડિયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને લોકરક્ષક સંજય વલાણી સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે. જેમાં આ પાંચ પોલીસ કર્મીઓની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી હતી.