ગુજરાત
શંકર ટેકરી વિસ્તારમાં માતા-પુત્રી પર બે મહિલા સહિત પાંચનો હુમલો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી માતા- પુત્રી પર જુની અદાવત ના મનદુ:ખના કારણે પાડોશમાં રહેતા બે મહિલા સહિતના પાંચ શખ્સોએ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રઝાનગરમાં રહેતી રૂૂકસાનાબેન ઇમરાન ભાઈ બ્લોચ નામની 34 વર્ષની યુવતી એ પોતાના ઉપર તેમજ પોતાની પુત્રી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સબીર બ્લોચ, રહેમતબેન સુમરા, રહેમતબેન ની પુત્રી ભૂરી, ભઈલો, તેમજ સાજીદ વગેરે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જૂનો મનદુ:ખ ચાલતું હોવાથી ગઈકાલે માતા પુત્રી પાણીના ટાંકા પાસેથી પસાર થતા હતા, જે દરમિયાન આરોપી સબીર બ્લોચ ઊભો હતો, અને ફરીથી તકરાર થયા પછી આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.