ક્રાઇમ

ગોંડલ રોડ પર બે સગા વેપારી ભાઈઓ સહિત પાંચ શખ્સો દારૂ પીધેલા પકડાયા

Published

on

શહેરના ગોંડલ રોડ પર રાજ પાંઉભાજી નજીક પોલીસ ચેકીંગ દરમિયાન દારૂ પીને આવેલા બે સગા વેપારી ભાઈઓ સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી નશો ઉતારી દીધો હતો.


મળતી વિગતો મુજબ, એ-ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા પીએસઆઈ એમ.વી.લુવા અને સ્ટાફના ભગીરથસિંહ ઝાલા સહિતની ટીમ ચેકીંગમાં હતી ત્યારે ગોંડલ રોડ પર રાજ પાંઉભાજી પાસે દારૂ પીધેલી હાલતમાં આવેલા કોઠારીયા કોલોની કવાર્ટર નં.304, વિમા યોજનાના દવાખાના પાસે રહેતા વેપારી વિરભદ્રસિંહ માવુભા જાડેજા તેના સગા ભાઈ જયપાલસિંહ માવુભા જાડેજા તેમજ કોઠારીયા કોલોનીમાં 313 રહેતા ચેતન કિશોરભાઈ સોલંકી, હશનવાડી વાલ્કેશ્ર્વર સોસાયટીમાં રહેતા સંદીપ બાબુભાઈ ગોંડલીયા અને આનંદનગર કવાર્ટસ 344માં રહેતા જીગ્નેશ ગોવિંદભાઈ ચાવડાની એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી ચારેયનો નશો ઉતારી દીધો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ શહેરમાં દારૂ જુગારની પ્રવૃતિ ડામી દેવા માટે તમામ પોલીસ મથકના સ્ટાફને કડક સુચના આપી હોય જેના પગલે શહેરભરમાં પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને દારૂ પીને નીકળતાં તત્વો ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે. નજીકના દિવસોમાં જ નવરાત્રિનો તહેવાર આવતો હોય ત્યારે શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ચેકીંગ શરૂ કર્યું છે. ગઈકાલે રાત્રે ગોંડલ રોડ પર આવેલી રાજ પાંઉભાજી નજીક એ-ડીવીઝન પોલીસે કરેલા ચેકીંગમાં એક જ વિસ્તારનાં વેપારીઓ સહિત પાંચ દારૂ પીધેલી હાલતમાં પકડાઈ ગયા હતાં. આ પકડાયેલા પાંચેય શખ્સો દારૂની મહેફીલ માણીને પાંઉભાજી ખાવા આવ્યા હોય ત્યારે જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version