બેડી ચોકડી પાસે 50 વારીયા ઈન્દિરા ગાંધી આવાસ યોજના ક્વાર્ટર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી રૂૂ.5 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
વધુ વિગતો અનુસાર,બી ડિવિઝન પોલીસના સ્ટાફે બેડી ચોકડી પાસે 50 વારીયા ઈન્દિરા ગાંધી આવાસ યોજના ક્વાર્ટર પાસે દરોડો પાડી જુગાર રમતા વિનોદભાઈ જેન્તીભાઈ ઉકેડીયા જાતે-કોળી ઉ.વ.-35, ધંધો-મજુરી, રહે, બેડીગામ ચામુંડા સોસાયટી તા.જી.રાજકોટ શહેર (2) સુરેશભાઈ બટુકભાઈ ટિડાણી જાતે-કોળી ઉ.વ.-42, ધંધો- મજુરીકામ, રહે, મોરબી રોડ બેડી ચોકડી પાસે મામા સાહેબના મંદિરની નજીક 50 વારીયા ભરતભાઈ રીબડીયાના મકાનમાં ભાડેથી રાજકોટ શહેર મુળ રહે લાતી પ્લોટ શેરી નં. 11 રાજકોટ શહેર (3) અનિલાબેન વા.ઓ રમેશભાઈ ડાબસરા જાતે-કોળી ઉ.વ.-54, ધંધો- ઘરકામ, રહે મોરબી રોડ બેડી ચોકડી પાસે મામા સાહેબના મંદિરની નજીક 50 વારીયા ગનીભાઈના ડેલામાં ભાડેથી રાજકોટ શહેર મુળ રહે ચિતલ પીરની દરગાહ પાસે પીરપા શેરી તા.જી.અમરેલી (4) મંજુબેન વા.ઓ ધર્મેશભાઈ વાઘેલા જાતે-કોળી ઉ.વ.-56, ધંધો- ઘરકામ, રહે, મોરબી રોડ બેડી ચોકડી પાસે મામા સાહેબના મંદિરની નજીક 50 વારીયા રાજકોટ શહેર અને ચંપાબેન વા.ઓ કાનજીભાઈ સરવૈયા જાતે-કોળી ઉ.વ.-51 (ધંધો- ઘરકામ, રહે,- મોરબી રોડ બેડી ચોકડી પાસે મામા સાહેબના મંદિરની નજીક 50 વારીયા રાજકોટ શહેર)ને ઝડપી લઇ 5 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં રૂૂખડીયાપરામાં હાજીપીરનજ દરગાહ નજીક જુગાર રમતા સાલમ જુમાભાઈ સિદી અને સલીમ બસીર સૈયદને પ્ર. નગર પોલીસે પકડી 2 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બેડી ચોકડી પાસે આવાસ યોજનામાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

