Site icon Gujarat Mirror

વેલનાથપરામાં જુગાર રમતા નામચીન બૂટલેગર હર્ષદ મહાજન સહિત પાંચ પકડાયા

શહેરના મોરબી રોડ પર આવેલી વેલનાથપરા શેરીમાં મોડી રાત્રે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ડીસીબીની ટીમે ઝડપી લીધા હતાં. જેમાં એક સમયનો નામચીન બૂટલેગર પણ સામેલ હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

ટીમ દારૂૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ધારાભાઈ નારણભાઈ વાનરીયા સહિતને બાતમી મળી હતી કે મોરબી રોડ, વેલનાથપરા શેરી નં. 5 માં કેટલાક શખ્સોજાહેરમાં જુગાર રમી રહ્યા છે. તેના આધારે દરોડો પાડતા શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કુંડાળું વળીને જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે મોરબી રોડ, વેલનાથપરા શેરી નં. 5માં રહેતા કિશોરભાઈ અમરશીભાઈ ધોળકીયા, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં. 1માં રહેતા આબીદ ગુલામહુશેન ચાવડા, કેનાલ રોડ પર આવેલી કેવડાવાડી શેરી નં. 15 માં રહેતા હર્ષદ માણેકલાલ માંડલીયા, દૂધ સાગર રોડ પર આવેલી ભગવતી સોસાયટી શેરી નં. 4માં રહેતા તંઝીમ રહીમભાઈ સાંધ અને મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં. 4માં રહેતા પંકજ ભીમજીભાઈ રાઠોડને પકડી લીધા હતાં.

પોલીસના કહેવા મુજબ આરોપીઓ પૈકીનો હર્ષદ માંડલીયા હાલ પોતે ચાંદી કામ કરતો હોવાનું કહે છે. પણ અગાઉ તે સૌરાષ્ટ્રભરમાં દારૂૂની સપ્લાય કરતો હતો અને તેના પર અનેક દારૂૂના ગુના છે. પોલીસ તપાસ દરમિયાન આ પાંચેય પાસેથી અંગઝડતીમાં મળેલી રકમ અને જુગારના પટમાંથી મળી આવેલા રૂૂપિયા 3,600 મળીને કુલ રૂૂપિયા 5,200ની રોકડ રકમ તથા ગંજીપાના કબ્જે કર્યા હતાં. હેડકોન્સ. રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા સહિતના પીએસઆઇ વી. ડી. ડોડીયાની રાહબરીમાં આ દરોડામાં જોડાયા હતાં.

Exit mobile version