Site icon Gujarat Mirror

કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયા

 

કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહીત પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૂૂા.16330ની મત્તા કબ્જે કરી હતી. દરોડાની વિગત મુજબ કોટડાસાંગાણી પોલીસ મથકના એએસઆઈ વી.ડી. ગઢાદરા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા.ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે રાજપરા ગામે સંજયભાઈ ભાલાળાના ઘર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નાસીર સાજીદ ઠેબા (રહે. નુરાનીપરા નુરી મસ્જીદ પાસે રાજકોટ) રાજેશ ભુપત ગોહીલ (રહે. વૃંદાવન સોસાયટી કોઠારીયા સોલ્વન્ટ) હસમુખ બાબુ શીંગડીયા (રહે.વૃંદાવન પાર્ક સોસાયટી કોઠારીયા સોલ્વન્ટ), ઈકબાલ કાસમ બુકેરા (રહે. રસુલપરા, કોઠારીયા સોલવન્ટ) અને દિવાન પ્રતાપ ગોહીલ (રહે. હરીદ્વાર-1 સોસાયટી, કોઠારીયા સોલવન્ટ)ને પકડી રૂૂા.16330ની મતા કબ્જે કરી હતી.

Exit mobile version