Site icon Gujarat Mirror

કુવાડવા રોડ ઉપર RKC યુનિવર્સિટીના BCAના છાત્ર ઉપર પાંચ શખ્સોનો ધોકાથી હુમલો

oplus_0

 

શહેરમાં મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો અને આર.કે.સી.યુનિવર્સિટીમાં બીસીએમાં અભ્યાસ કરતો યુવાન ધોળકીયા સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બહેનને લઈને ઘરે આવતો હતો ત્યારે અજાણ્યા શખ્સે સ્કુટરમાં પીછો કરી છેડતી કરી હતી. જે મુદ્દે થયેલી બોલાચાલીના સમાધાન માટે કોલેજીનીય યુવાનને કુવાડવા રોડ પર બોલાવી પાંચ શખ્સોએ ધોકા વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતો કિશન મગનભાઈ રોજાસરા નામનો 19 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કુવાડવા રોડ પર હતો ત્યારે શક્તિ, ધ્રુમીલ અને કેવીન સહિતના બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવાન આર.કે.સી.યુનિવર્સિટીમાં બી.સી.એ.નો અભ્યાસ કરે છે અને બે ભાઈ એક બહેનમાં મોટો છે. કિશન રોજાસરા ધોળકીયા સ્કૂલમાં ધો.2માં અભ્યાસ કરતી તેની બહેનને લેવા માટે ગયો હતો ત્યારે હુમલાખોર શખ્સે સ્કુટરમાં પીછો કરી છેડતી કરી હોન વગાડયા હતાં. જે મુદ્દે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવી હુમલો કર્યો હોવાનો અને કિશન સાથે ગયેલા તેના મિત્ર મીહીરને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે બી-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version